...અને અમિષા પટેલને આવી ગયો ગુસ્સો
અમિષા પોતાની ખરાબ બાબતોથી વધુ ચર્ચામાં રહે છે. પોતાના અપકમિંગ મૂવી ભૈયાજી સુપરહિટના સેટ પર અમિષા ગુસ્સે ભરાઇ ગઇ હતી. અમિષા પટેલ તેની આવનારી ફિલ્મ ભૈયાજી સુપરહિટ નું પ્રોમોશન કરી રહી હતી.
વાત આમ બની હતી કે સની દેઓલ, પ્રીતિ ઝિન્ટા અને અમિષા પટેલની આવનારી ફિલ્મ ભૈયાજી સુપરહિટનું પ્રોમોશન કરવામાં આવ્યું. મીડિયા પણ તેના માટે આવ્યું. પરંતુ કોઈ પણ સ્ટારને ખબર જ ના હતી કે ફિલ્મનું પ્રોમોશન રાખવામાં આવ્યું છે.
મીડિયાને જોઈને પ્રીતિ ઝિન્ટા એ વાત કરવાની ના પાડી દીધી. હવે પ્રીતિ આવું કરે તો અમિષા પટેલ પણ પાછી થોડી રહી શકે. અમિષા પટેલે મીડિયાને કહ્યું કે તેને "અમિષા જી" કહીને બોલાવવામાં આવે.

આટલું ઓછું હોઈ તેમ જયારે રિપોર્ટરે તેને પૂછ્યું કે છેલ્લા 3 વર્ષથી તેઓ ક્યાં ગાયબ હતા. તેના જવાબમાં અમિષા પટેલે કહ્યું કે તમારામાં એટલી અક્કલ હોઈ તો તમને ખબર પડે કે હું પોતાની હોમ પ્રોડક્શનમાં વ્યસ્ત હતી.
ખેર હવે અમિષા પટેલનો ગુસ્સો તો બધાને જ ખબર પડી જ ગયો છે. તો હવે જોવાનું એ છે કે ફિલ્મ પાર તેની શુ અસર પડે છે..












Click it and Unblock the Notifications
