Pushpa 2 ની ધમાલ વચ્ચે કાયદાના ચક્કરમાં ફસાયો અલ્લુ અર્જુન, ફરિયાદ દાખલ

Allu Arjun : સાઉથથી સુપર હિટ ફિલ્સ પુષ્પાનો બીજો ભાગ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગયો છે. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે.

એક તરફ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર આ ફિલ્મને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે તો બીજી તરફ અલ્લુ અર્જુન કાયદાના ચક્કરમાં ફસાયો છે.

Allu Arjun

હાલમાં જ ફિલ્મનું હૈદરાબાદમાં સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતુ. અહીં અલ્લુ અર્જુનને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ભાગદોડ મચી હતી. આ ઘટનામાં એક મહિલાનું મોત થયુ છે. આ મામલે પોલીસે અલ્લુ અર્જુન અને આયોજકો સામે ફરિયાદ દાખલ કરી છે.

હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2 ના સ્પેશિયલ સ્ક્રિનિંગમાં ભાગદોડ મચી જતા એક મહિલા અને તેનું બાળક ગંભીર રીતે ઘાયલ થયા હતા, જે બાદ પોલીસ મહિલા અને તેના બાળકને હોસ્પિટલ લઈ ગઈ. જો કે અહીં મહિલાને મૃત જાહેર કરવામાં આવી અને બાળકનો જીવ હજુ જોખમમાં છે.

હવે પોલીસે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો છે. પોલીસે આ ઘટનામાં અલ્લુ અર્જુનને આરોપી ગણાવ્યો છે. હૈદરાબાદ પોલીસ કમિશ્નર અનુસાર, ન તો થિયેટર મેનેજર કે અભિનેતાની ટીમે એવી કોઈ માહિતી આપી નથી કે અભિનેતા થિયેટરમાં આવવાનો છે. થિયેટર મેનેજમેન્ટે ભીડને કાબૂમાં રાખવા માટે કોઈ જરૂરી વ્યવસ્થા કરી નહોતી.

બીજી તરફ ફિલ્મ નિર્માતાઓએ આ ઘટના પર નિવેદન જારી કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. નિર્માતાઓએ આ ઘટનામાં ઘાયલ બાળકના પરિવારને શક્ય તમામ મદદ આપવાનું વચન આપ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X