Pics : શૉર્ટકટ રોમિયો ટીમ સાથે જન્મ દિવસ ઉજવતાં અમીષા
મુંબઈ, 10 જૂન : બૉલીવુડના ગદર ગર્લ અમીષા પટેલ ગઈકાલે 38 વર્ષના થઈ ગયાં. આ વખતે તેમણે પોતાનો જન્મ દિવસ પોતાની આવનાર ફિલ્મ શૉર્ટકટ રોમિયોની ટીમ સાથે ઉજવ્યો.
મુંબઈમાં 9મી જૂન, 1975ના રોજ અમિત પટેલ તથા આશા પટેલના ઘરે જન્મેલ અમીષા પટેલે બૉલીવુડમાં પોતાના કૅરિયરની શરુઆત હૃતિક રોશન સાથે કહો ના પ્યાર હૈ ફિલ્મ દ્વારા કરી હતી. જોકે આ ફિલ્મની તમામ ક્રેડિટ હૃતિક લઈ ગયા હતાં. અમીષા પટેલની વધુ એક હિટ ફિલ્મ સન્ની દેઓલ સાથે ગદર રહી હતી અને ત્યારથી તેઓ બૉલીવુડ ગદર ગર્લ તરીકે જાણીતા થયાં.
અમીષા પટેલ આજકાલ પોતાની આવનાર ફિલ્મ શૉર્ટકટ રોમિયોના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેમના હીરો નીલ નિતિન મુકેશ છે. અમીષાએ પોતાનો 38મો જન્મ દિવસ શૉર્ટકટ રોમિયો ફિલ્મની ટીમ સાથે ઉજવ્યો કે જેમાં નીલ ઉપરાંત ફિલ્મના દિગ્દર્શક અબ્બાસ-મસ્તાન પણ હાજર હતાં.
આવો તસવીરો સાથે ઉજવીએ અમીષા પટેલનો 38મો જન્મ દિવસ.

અબ્બાસ-મસ્તાન સાથે અમીષા
અમીષા પટેલે પોતાનો 38મો જન્મ દિવસ શૉર્ટકટ રોમિયોની ટીમ સાથે ઉજવ્યો. આ પ્રસંગે ફિલ્મના દિગ્દર્શક અબ્બાસ-મસ્તાન સાથે અમીષા પટેલ.

અમીષા પટેલ
જન્મ દિવસની પાર્ટીમાં તસવીરકારને પોઝ આપતાં અમીષા પટેલ.

નીલે કાપ્યું કેક
અમીષાના જન્મ દિવસનું કેક નીલ નિતિન મુકેશે કાપ્યું.

ડાન્સ કરતાં અમીષા-નીલ
શૉર્ટકટ રોમિયોના સ્ટાર કાસ્ટ તરીકે અમીષા પટેલ અને નીલ નિતિન મુકેશ ડાન્સ પણ કર્યો.

સાહિલ શ્રૉફ
સાહિલ શ્રૉફ સાથે પોઝ આપતાં અમીષા પટેલ.

દીયા મિર્ઝા
અમીષા પટેલના જન્મ દિવસની પાર્ટીમાં અભિનેત્રી દીયા મિર્ઝા હાજર રહ્યા હતાં.

રાજીવ કપૂર
વીતેલા જમાનાના અભિનેતા રાજીવ કપૂર પણ અમીષાની પાર્ટીમાં હાજર રહ્યા હતાં.

રવિ કિશન
ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર અને બૉલીવુડ અભિનેતા રવિ કિશને અમીષાની પાર્ટીમાં હાજરી આપી હતી.

ઝાયેદ ખાન
ઝાયેદ ખાન પણ પહોંચ્યા હતાં અમીષાની પાર્ટીમાં.












Click it and Unblock the Notifications
