Pics : શૉર્ટકટ રોમિયોમાં અમીષા કરશે કતલ ઉપર કતલ!
મુંબઈ, 12 જૂન : અમીષા પટેલને ફિલ્મી જગતમાં આવ્યે દસ વર્ષથી વધુનો સમય થઈ ચુક્યો છે, પણ તેમનું કૅરિયર તે ઝડપે આગળ ન વધી શક્યું કે જેવો આરંભ થયો હતો. તેમાં કોઈ શંકા નથી કે અમીષા પટેલ એક શ્રેષ્ઠ અભિનેત્રી છે. ફિલ્મ ગદર તેનો સાક્ષાત દાખલો છે, પણ તમામ ટૅલેંટ હોવા છતાં અમીષાને આજેય એક હિટ ફિલ્મનો આતુરતાપૂર્વક ઇંતેજાર છે કે જે તેમના બળે સફળ થાય. તેથી વારંવાર તેઓ નવા-નવા પ્રયોગો કરી રહ્યાં છે.
અમીષાની આવનાર ફિલ્મ શૉર્ટકટ રોમિયો છે કે જેમાં અમીષા પટેલ પહેલી વાર દર્શકો સામે વિલન તરીકે દેખનાર છે. ફિલ્મમાં તેમની સાથે અન્ય કલાકારો નીલ નિતિન મુકેશ તથા પૂજા ગુપ્તા છે. ફિલ્મમાં અમીષાનો ખૂબ હૉટ તથા કાતિલ અંદાજ લોકોને જોવા મળશે. આ રોલ અંગે અમીષાએ જણાવ્યું - મને લાગે છે કે આ રોલથી મારી છબી લોકોની નજરોમાં બદલાઈ જશે. શૉર્ટકટ રોમિયો તામિળ ફિલ્મ થિરુટ્ટ પયાલેની રીમેક છે.
અમીષા પટેલ શૉર્ટકટ રોમિયો ફિલ્મમાં અમીર બિઝનેસ મૅનના બગડેલા પત્નીનો રોલ કરી રહ્યાં છે કે જે પોતાના પતિની દોલત પામવા કોઈ પણ હદે જઈ શકે છે. તે પરિણીત હોવા છતાં પરપુરુષ સાથે સંબંધ ધરાવે છે. આ પરપુરુષ વાળો રોલ નીલ નિતિન મુકેશ ભજવી રહ્યાં છે. અમીષાને પોતાના આ રોલથી ઘણી આશાઓ છે. જોઇએ તેમની આશાઓ કેટલી સફળ નિવડે છે?
આવો તસવીરો સાથે જાણીએ શૉર્ટકટ રોમિયો તથા અમીષા પટેલ અંગેની વધુ વિગતો.

અમીષા બન્યાં ખલનાયિકા
અમીષા પટેલ શૉર્ટકટ રોમિયોમાં વૅમ એટલે કે ખલનાયિકના રોલમાં દેખાશે.

પ્રથમ ગ્રે શેડનો રોલ
અમીષાનો આ પ્રથમ રોલ હશે કે જે ગ્રેડ શેડ ધરાવતો હશે, કારણ કે પોતાના દસ વરસ કરતા વધુ કૅરિયરમાં અમીષાએ અત્યાર સુધી હકારાત્મક ભૂમિકાઓ જ ભજવી છે.

સાઉથની રીમેક
શૉર્ટકટ રોમિયો તામિળ ફિલ્મ થિરુટ્ટૂ પયાલેની રીમેક છે કે જેમાં એક અમીર બિઝનેસ મૅનના બગડેલા પત્નીનો રોલ અમીષા કરી રહ્યાં છે.

નીલ બન્યાં કો-સ્ટાર
ફિલ્મમાં અમીષાના હીરો નીલ નિતિન મુકેશ છે કે જે પોતે એક પણ એક હિટ ફિલ્મ માટે તલસી રહ્યાં છે. તેમને પણ ઘણી આશાઓ છે.

અપેક્ષા કરતાં વધુ આશાઓ
અમીષાને પોતાના આ રોલ પાસેથી અપેક્ષા કરતાં વધુ આશાઓ છે. જોઇએ શું થાય છે?












Click it and Unblock the Notifications
