‘શૌનક’ની વિદાયે ‘જલસા’માં છવાયું શોક!
મુંબઈ, 6 જૂન : બિગ બી અમિતાભ બચ્ચનના ઘર જલસામાં શોકનો માહોલ છે. ના ના ચિંતા ના કરતાં. ઘરના તમામ સભ્યો સલામત અને સ્વસ્થ છે. આ શોકનું કારણ છે શૌનક. અમિતાભ બચ્ચન જેટલી જ ઉંચાઈ ધરાવતું શૌનક અચાનક વિદાય થઈ જતાં જલસામાં શોકનો માહોલ છવાયો છે.

શૌનકનું મોત થઈ ગયું છે. શૌનક કોઈ વ્યક્તિ નહીં, પણ કૂતરૂં છે કે અભિષેક બચ્ચનને ગત 5મી ફેબ્રુઆરી, 2006ના રોજ બર્થ ડે ગિફ્ટ તરીકે મેળવ્યુ હતું. શૌનકનું મોત થઈ ગયું છે અને શૌનકના મોતે અમિતાભ બચ્ચનને અપસેટ કર્યાં છે, તો અભિષેક બચ્ચન પણ ગમગીન થઈ ગયાં છે.
અભિષેક બચ્ચને ટ્વિટ કર્યું છે - 5મી ફેબ્રુઆરી, 2006ના રોજ મને પોતાની સૌથી પ્યારી બર્થ ડે ગિફ્ટ મળી હતી. મારૂ કૂતરૂં શૌનક. આજે હું તેને પોતાનું અંતિમ ગુડબાય કહી રહ્યો છું. શૌનકને શ્રદ્ધાંજલિ.
તો અમિતાભ બચ્ચન ટ્વિટ કરી કહે છે - સુંવાળી સવારે મને મળતી હુંફનો સિલસિલો બંધ થયો છે. થોડીક ક્ષણ અગાઉ જ મારા પાલતૂ કૂતરા શૌનકનું મોત થયું છે.












Click it and Unblock the Notifications
