Big B Networth: કરોડોની સંપત્તિ, 5 આલીશાન બંગલાના માલિક છે અમિતાભ બચ્ચન, કમાણી જાણીને ચક્કર ખાઈ જશો
Amitabh Bachchan Net Worth: બૉલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હાલ ચર્ચામાં છે. અહેવાલ છે કે બિગ બીએ તેમનો આલીશાન અને ખાસ બંગલો તેમની પ્રિય પુત્રી શ્વેતા બચ્ચન નંદાને ભેટમાં આપ્યો છે. આ બંગલાની કિંમત લગભગ 51 કરોડ રૂપિયા છે. આ સમાચાર આવ્યા બાદ લોકો અમિતાભ બચ્ચન વિશે અનેક પ્રકારની ચર્ચાઓ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે એક સમય હતો જ્યારે અમિતાભ બચ્ચન મહિને માત્ર 500 રૂપિયા કમાતા હતા પરંતુ આજે તેઓ કરોડો લોકોના દિલો પર રાજ કરે છે, એટલુ જ નહિ પરંતુ કરોડોની સંપત્તિના માલિક પણ છે. તેમણે પોતાની મહેનતના બળે આ મુકામ હાંસલ કર્યું છે. આવો જાણીએ અમિતાભ બચ્ચનની લક્ઝરી લાઈફ અને નેટવર્થ વિશે.

અમિતાભ બચ્ચનને તેમના કરિયરના શરૂઆતના દિવસોમાં ઘણા રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. લોકોને શરૂઆતમાં અમિતાભ બચ્ચનની એક્ટિંગ બિલકુલ પસંદ ન હતી. લોકોને તેમનો લુક અને તેમનો અવાજ પણ નહોતો ગમતો પરંતુ અમિતાભ બચ્ચને પોતાના પર ખૂબ જ મહેનત કરી અને આજે એક સફળ અભિનેતા હોવા ઉપરાંત તેઓ એક મહાન હોસ્ટ પણ છે. આજે દરેક ફિલ્મ મેકર તેમની સાથે કામ કરવા માંગે છે. દરેક સ્ટાર બિગ બી સાથે એકવાર સ્ક્રીન શેર કરવા માંગે છે.
caknowledgeના એક રિપોર્ટ અનુસાર, અમિતાભ બચ્ચનની કુલ સંપત્તિ લગભગ 3190 કરોડ રૂપિયા છે. અમિતાભ બચ્ચન વાર્ષિક 60 કરોડ રૂપિયા સુધીની કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમિતાભ બચ્ચન 'કૌન બનેગા કરોડપતિ'ની દરેક સિઝનમાં પ્રતિ એપિસોડ 5 કરોડ રૂપિયા ફી લે છે.
જોકે શરૂઆતમાં આ ફી લગભગ 1.5 કરોડ રૂપિયા હતી. અમિતાભ બચ્ચન એક ફિલ્મ માટે લગભગ 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ સિવાય અમિતાભ બચ્ચન બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે. તે એક જાહેરાત કરવા માટે લગભગ 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
અમિતાભ બચ્ચને રિયલ એસ્ટેટ બિઝનેસમાં પણ રોકાણ કર્યું છે. યુએસ ટેક કંપની સહિત જસ્ટ ડાયલમાં તેમનું મોટું રોકાણ છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના મુંબઈમાં પાંચ બંગલા છે, જેમાંથી જલસા, જનક, પ્રતિક્ષા અને વત્સ ખૂબ પ્રખ્યાત છે. અમિતાભ બચ્ચન તેમના પરિવાર સાથે મુંબઈના જુહુ વિસ્તારમાં સ્થિત જલસા બંગલામાં રહે છે. આ બંગલાની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે.
બિગ બીના જનક બંગલામાં તેમની ઓફિસ છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના અલાહાબાદ જિલ્લામાં તેમનું પૈતૃક ઘર પણ છે, જેને અમિતાભ બચ્ચને શૈક્ષણિક સંસ્થામાં ફેરવી દીધું છે. તેમની મિલકતો દેશના ઘણા વિસ્તારોમાં છે. મળતી માહિતી મુજબ અમિતાભ બચ્ચને ફ્રાન્સમાં પ્રોપર્ટી પણ ખરીદી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમિતાભ બચ્ચન પાસે 11 લક્ઝરી અને મોંઘા વાહનોનું શાનદાર કલેક્શન છે. તેમના કાર કલેક્શનમાં રૉલ્સ રૉયસ, લેન્ડ રોવર, પૉર્શે, બેન્ટલી, મર્સિડીઝ અને બીએમડબલ્યુનો સમાવેશ થાય છે. તેમની કારની કિંમત કરોડોમાં છે.












Click it and Unblock the Notifications
