કેબીસીના સેટે પણ બિગ બીના જન્મ દિવસની ઉજવણી

મુંબઈ, 11 ઑક્ટોબર : અમિતાભ બચ્ચન એક એવું નામ કે જે બૉલીવુડના મોટા પડદેથી લઈ ટેલીવિઝનના નાના પડદાં સુધી પોતાની જુદી ઓળખ ધરાવે છે. આજે પોતાની વયના 70 વર્ષ પૂર્ણ કરવાનો જશ્ન મનાવી રહ્યાં છે બિગ બી.

Amitabh Birthday

બૉલીવુડના આ મહાનાયકનો જન્મ દિવસ માત્ર તેમના નજીકના લોકો જ નહિં, પણ સમગ્ર દેશમાં મોજૂદ અમિતાભના લાખો કરોડો ચાહકો પણ ઉજવી રહ્યાં છે અને તેમના ચાહકોમાં સમાવેશ થયો છે વધું એક નામ. તે નામ છે ઇન્ડિયન આઇડલ વિપુલ શાહનો.

તાજેતરમાં જ કેબીસીના સેટ ઉપર પણ અમિતાભના 70માં જન્મ દિવસની ઉજવણી કરાઈ અને તેમના માટે સ્પેશિયલ કેક પણ મંગાવાયું. આ કેક કાપતી વખતે અમિતાભ સાથે આ વર્ષે ઇન્ડિયન આઇડલનો ખિતાબ જીતનાર વિપુલ શાહ પણ હાજર હતાં. વિપુલે અમિતાભને તેમના જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી અને તેમના માટે બર્થ ડે સૉંગ પણ ગાયું. વિપુલ સાથે કેબીસીના બાકીના પ્રતિસ્પર્ધીઓએ પણ અમિતાભને શુભેચ્છાઓ આપી.

અમિતાભના જન્મ દિન પ્રસંગે નૈનીતાલ ખાતે આવેલ તેમની સ્કૂલ શૅરવુડ કૉલેજની એક વીડિયો ક્લિપ પણ દર્શાવાઈ. તે જોઈ અમિતાભને પોતાના સ્કૂલના દિવસો યાદ આવી ગયાં. બિગ બીએ પોતાના સ્કૂલના દિવસોની ખાટી-મીઠી યાદો શૅર કરી. આ વીડિયો ક્લિપ વડે બિગ બીની સ્કૂના તમામ શિક્ષકો અને ત્યાંના સ્ટાફે પણ તેમને શુભેચ્છા પાઠવી. આ એપિસોડ 12મી ઑક્ટોબરે પ્રસારિત થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X