• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2017માં ધમાકેદાર સિક્વલ ગઈ હતી ડબ્બામાં, હવે 2020માં રિલીઝની તૈયારી, આ છે ધમાકેદાર સ્ટારકાસ્ટ

|

ગત વર્ષે એક ફિલ્મની ખૂબ જ ચર્ચા થઈ હતી, આ ફિલ્મ હતી આંખે 2. ફિલ્મ શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાઈ હતી, ફિલ્મની જાહેરાત થઈ તો મનાયું કે જાહેરાત ખોટી છે, અને ફક્ત પ્રોડ્યુસર મેળવવા માટે આ જાહેરાત કરાઈ છે. ગૌરાંગ દોષીએ આ ફિલ્મને લાઈમલાઈટમાં રાખવાની સંપૂર્ણ કોશિશ કરી પરંતુ ફિલ્મ આખરે ડબ્બામાં પહોંચી ગઈ.

હવે મનાઈ રહ્યું છે કે અનીસ બઝ્મીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનનું નામ ફાઈનલ છે. તો ફિલ્મની બાકીની સ્ટારકાસ્ટ માટે વિક્કી કૌશલ અને સુશાંત સિંહ રાજપૂતનો સંપર્ક કરાઈ રહ્યો છે.

ઈદ પર સલમાન જ નહીં આ અભિનેતાની ફિલ્મોએ પણ મચાવી હતી ધૂમ

બોલીવુડમાં અફવાનું બજાર હંમેશા ગરમ રહે છે. આંખે ટુનું નામ લેવાની શરતે વાત સામે આવી રહી છે કે આ સુપરસ્ટાર સિક્વલ મોટી સ્ટારકાસ્ટ સાથે એનાઉન્સ તો થઈ પરંતુ આ ફિલ્મ બની જ નથી રહી. હકીકતમાં ક્યારેય આ ફિલ્મ બનાવવાનું આયોજન જ નહોતું.

ઉલ્લેખનીય છે કે આંખેનો પહેલો ભાગ સુપરહિટ હતો. આ ફિલ્મમાં અર્જુન રામપાલ, અક્ષય કુમાર, પરેશળ રાવલ અને સુષ્મિતા શેટ્ટી મુખ્ય ભૂમિકામાં હતા. તો અમિતાભ બચ્ચન ફિલ્મમાં નેગેટિવ રોલમાં હતા. આ વખતે પણ ફિલ્મમાં અમિતાભ બચ્ચન જ ફાઈનલ છે.

આ ધમાકેદાર કોમેડી સિક્વલમાં નહીં જોવા મળે અક્ષય કુમાર

જો કે આ ફિલ્મ માટે ઘણાં સ્ટાર એક્ટર્સના નામ જોડાયા અને મોટા પાયે આ મલ્ટી સ્ટારર પ્રોજેક્ટનું મુહૂર્ત પણ કર્યું. આ ઈવેન્ટમાં મીડિયા પણ હાજર હતું. પરંતુ ફિલ્મ માટે ફાઈનાન્સર મેળવવાનો આ ફક્ત દેખાડો હતો.

હવે ફરી એકવાર ફિલ્મની ગાડી પાટા પર આવી ચૂકી છે. ત્યારે જોવાનું એ છે કે ફિલ્મ ક્યારે અને કેવી રીતે રિલીઝ થાય છે. જાણો બોલીવુડમાં કઈ સિક્વલ પ્લાન થઈ રહી છે.

બંટી અને બબલી સિક્વલ

બંટી અને બબલી સિક્વલ

10 વર્ષ બાદ અભિષેક બચ્ચન, અને રાની મુખર્જીની સિક્વલથી ફરી સાથે ચમકી શકે છે. અને આ ફિલ્મ માટે બંને ઉત્સાહિત છે. બંનેએ સાથે યુવા, હમ તુમ, બસ ઈતના સા ખ્વાબ હૈ, કભી અલવિદા ના કહેના જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

ગો ગોઆ ગૉન

ગો ગોઆ ગૉન

ગો ગોઆ ગૉન બોલીવુડની પહેલી જોમ્બી ફિલ્મ હતી અને એટલે જ દર્શકોને પસંદ પણ આવી હતી. ફિલ્મના બીજા ભાગને રાજ - ડીકે ડિરેક્ટ કરી રહ્યા છે.

જૉલી એલએલબી 3

જૉલી એલએલબી 3

ફિલ્મના ત્રીજા ભાગમાં બંને જોલી એટલે કે અર્શદ વારસી અને અક્ષય કુમાર એક સાથે દેખાશે. જોરદાર છે ને ? એમ પણ બંનેનો કૉમિક ટાઈમિંગ શાનદાર છે.

યમલા પગલા દિવાના 3

યમલા પગલા દિવાના 3

ધર્મેન્દ્ર, સની દેઓલ, બોબી દેઓલ સ્ટારર ફિલ્મ ‘યમલા પગલા દિવાના' બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ફિલ્મને દર્શકોએ વખાણી હતી. જો કે બીજો પાર્ટ ફ્લોપ રહ્યો હતો. પરંતુ દેઓલ પરિવાર ફિલ્મનો ત્રીજો પાર્ટ લઈને હાજર છે.

સ્ટુડન્ટ ઓફ ધી યર 2

સ્ટુડન્ટ ઓફ ધી યર 2

કરણ જોહરના બેનરમાં બનેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધી યર'ની સિક્વલનું પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યુ છે. ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધી યર 2'ને પુનિત મલ્હોત્રા ડિરેક્ટ કરી રહ્યા છે.

નો એન્ટ્રીમાં એન્ટ્રી

નો એન્ટ્રીમાં એન્ટ્રી

મનાઈ રહ્યું છે કે અનીઝ બઝ્મીની આ ફિલ્મમાંથી સલમાન આઉટ અને અર્જુન કપૂર ઈન છે. લાંબા સમયથી સલમાને આ ફિલ્મ લટકાવી રાખી છે.

ટોટલ ધમાલ

ટોટલ ધમાલ

આ વખતે ધમાલના ત્રીજા ભાગમાં અજય દેવગન દેખાશે. તો માધુરી દિક્ષીત અને અનિલ કપૂર પણ ફિલ્મમાં મહત્વના રોલમાં દેખાશે.

કિક 2

કિક 2

સાજિત નડિયાદવાલાએ કિક 2ની રિલીઝ ડેટની જાહેરાત થઈ ચૂકી છે. મનાઈ રહ્યું છે કે ફિલ્મની સ્ક્રિપ્ટ પર હાલ કામ ચાલી રહ્યું છે.

બાગી 3

બાગી 3

સાજિદ નડિયાદવાલાએ બાગી 3ની પણ જાહેરાત કરી દીધી છે. બાગી ટુ રિલીઝ થતા પહેલા જ ફિલ્મની જાહેરાત થઈ ચૂકી હતી.

હાઉસફૂલ 4

હાઉસફૂલ 4

અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને બોબી દેઓલ હાઉસફૂલ 4ની શૂટિંગ શરૂ કરી ચૂક્યા છે. ફિલ્મમાં ક્રુતિ સેનન, પૂજા હેગડે, અને ક્રુતિ ખરબંદા તેમની સાથે ચમકશે.

English summary
Sequeal of hif film aankhen will be release in 2020
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more