કામનો ભાર દિવસ-સમય મુજબ વહેંચી લે છે બિગ બી
મુંબઈ, 8 એપ્રિલ : મહાનાયક અમિતાભ બચ્ચનનું કહેવું છે કે તેમની ઉપર કામનો ભાર છે, પરંતુ તેઓ તે ભારને દિવસ અને કલાકના હિસાબે વહેંચી નાંખે છે.

સત્યાગ્રહ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત 70 વર્ષીય અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગ ઉપર એક પોસ્ટમાં લખ્યું - પુનઃ સૂરજ લપાઈ ગયો અને અશાંતિનો વધુ એક દિવસ પણ ખતમ થનાર છે. કામ પોતાના સ્થાને છે કે જે હું કાયમ પસંદ કરૂ છું. કામ મસ્તિષ્કના દર્દ માટે સારવાર આપતા મલમ જેવું છે.
નોંધનીય છે કે અમિતાભ બચ્ચન હાલ સત્યાગ્રહ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. પ્રકાશ ઝા નિર્મિત સત્યાગ્રહ ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે ચાલી રહ્યું છે. અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત સત્યાગ્રહ ફિલ્મમાં કરીના કપૂર, અજય દેવગણ તથા મનોજ બાજપાઈ પણ મુખ્ય ભૂમિકામાં છે.












Click it and Unblock the Notifications
