For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિગ બી આવશે સંસદમાં, ગ્લોબલ ડાયવર્સિટી પુરસ્કાર મળશે!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 11 સપ્ટેમ્બર : મેગાસ્ટાર અમિતાભ બચ્ચન બુધવારે દિલ્હીમાં ગ્લોબલ ડાયવર્સિટી પુરસ્કારથી સન્માનિત કરાશે. 70 વર્ષીય અમિતાભ બચ્ચન સંસદ ભવનની મુલાકાતે પણ જશે. બિગ બીએ પોતાના બ્લૉગ ઉપર મંગળવારે લખ્યું - કાલે (બુધવારે) મારા માર્ગે વધુ પ્રવૃત્તિ તથા સન્માન આવી રહ્યું છે, સંસદના અધ્યક્ષ સાથે બેસી અને સંસદ ભવનના અત્યંત ખાનગી અને સલામત ભાગમાં જવું, મને ગ્લોબલ ડાયવર્સિટી ઍવૉર્ડ આપવું... બહુ સુખદ.

amitabh-bachchan

બૉલીવુડના આ શહેંશાહને વર્ષ 1984માં પદ્મશ્રી તથા 2001માં પદ્મભૂષણ સન્માનિત કરવામાં આવ્યા હતાં. 1999માં બીબીસી દ્વારા કરાવાયેલ એક ઑનલાઇન વોટિંગમાં તેમનું નામ ગ્રેટેસ્ટ સ્ટાર ઑફ સ્ટેજ ઑફ સ્ક્રીન ઑફ ધ મિલેનિયમ માટે આવ્યું. અમિતાભ બચ્ચન 180થી વધુ ફિલ્મોમાં અભિનય કરી ચુક્યાં છે અને 2007માં ફ્રેંચ સરકારે તેમને ફ્રાંસના સર્વોચ્ચ નાગરિક સન્માન નાઇટ ઑફ ધ લીઝન ઑફ ઑનર વડે સન્માનિત કર્યા હતાં.

અમિતાભ બચ્ચનની મીણની પ્રતિમા પણ લંડન ખાતે આવેલ મૅડમ તુસાદના વૅક્સ સંગ્રહાલયમાં વર્ષ 2000માં મૂકવામાં આવી હતી. 2003માં અમિતાભને ડ્યુવિલ ફ્રાંસિસી શહેરનુ માનદ્ નાગરિકત્વ આપી સન્માનવામાં આવ્યા હતાં. અમિતાભ બચ્ચન જુલાઈ-2012માં લંડન ખાતે સાઉથવાર્કમાં ઓલિમ્પિક રિલેના છેલ્લા તબક્કામાં ઓલિમ્પિક મશાલ લઈ પણ દોડ્યા હતાં.

English summary
Megastar Amitabh Bachchan will be honoured with the Global Diversity Award in Delhi Wednesday. The 70-year-old will also take a tour around the parliament house.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X