બ્રા-પેન્ટી મુદ્દે આપેલા એક જૂના ટ્વિટને કારણે અમિતાભ બચ્ચન ટ્રોલના નિશાને ચડ્યા, જાણો શું છે પુરો વિવાદ?
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. તે ઘણી બાબતો પર પોતાના મંતવ્યો રજુ કરે છે. જો કે આ વખતે તે એક જૂના ટ્વિટને કારણે ટ્રોલના નિશાને ચડ્યા છે.
હાલમાં જ એક Reddit યુઝરે મહિલાઓના અંડરગારમેન્ટને લઈને બિગ બીની જૂની ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અમિતાભ બચ્ચનના આ જૂના ટ્વીટે ફરીથી હંગામો સર્જ્યો છે.

અમિતાભ બચ્ચને તેના જૂના ટ્વીટમાં લખ્યું હતું કે, અંગ્રેજી ભાષામાં બ્રા એકવચન અને પેંટી બહુવચન કેમ છે? હવે તેના 13 વર્ષ જૂના આ ટ્વિટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. આ સ્ક્રીનશોટ પર લોકો સતત ટિપ્પણી કરી રહ્યા છે અને સતત ટ્રોલ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા યુઝર્સ આ ટ્વીટને ફરીથી શેર કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, સારો સવાલ, બચ્ચન સાહેબ KBCની આગામી સિઝનમાં ટ્રાય કરશો. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, આ મેસેજ આજે સ્પષ્ટ થવો જોઈએ કે બિગ બી શું કહેવા માગે છે. બિગ બીને ટ્રોલ કરતા એક યૂઝરે લખ્યું કે, તમારી પાસેથી આની અપેક્ષા નહોતી.
T26 -In the English language, why is 'bra' singular and 'panties' plural ...
— Amitabh Bachchan (@SrBachchan) June 12, 2010
જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન છેલ્લે ફિલ્મ ઊંચાઈમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે બોમન ઈરાની, અનુપમ ખેર અને પરિણીતી ચોપરા જોવા મળી હતી. હવે તે જલ્દી જ પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ કલ્કી 2898 એડીમાં જોવા મળશે. આ સિવાય તે ટાઇગર શ્રોફ સાથે ફિલ્મ ગણપતમાં પણ જોવા મળશે.












Click it and Unblock the Notifications
