Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દુર્ગા પૂજા પંડાલમાં અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલીએ કર્યો જબરદસ્ત ડાંસ, Video થયો વાયરલ

બૉલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચની દોહિત્રી નવ્યા નવેલી હાલમાં છવાયેલી છે. દુર્ગા પૂજા પંડાલથી તેનો એક વીડિયો વાયરલ થયો છે.

મુંબઈઃ બૉલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચની દોહિત્રી નવ્યા નવેલી હાલમાં છવાયેલી છે. નવ્યા પોતાની મા શ્વેતા નંદા અને પોતાના નાની જયા બચ્ચન સાથે મુંબઈમાં દુર્ગા પૂજા પંડાલમાં ફરતી જોવા મળી. તમને જણાવી દઈએ કે જયા બચ્ચન બંગાળી પરિવારમાંથી આવે છે. જયા બચ્ચનના કારણે તેમની દીકરી શ્વેતા પણ બંગાળી કલ્ચરની ઘણી નજીક છે. નવ્યા નવેલી દુર્ગા પૂજા દરમિયાન પોતાના દોસ્તો સાથે પંડાલમાં ચાટની મઝા લેતી જોવા મળી.

navya naveli

પંડાલમાં ચાટ ખાતી જોવા મળી નવ્યા નવેલી

શ્વેતા નંદાની દીકરી નવ્યા નવેલી દુર્ગા પૂજા પર ચાટ ખાતી, ઢાકની મઝા લેતી અને પંડાલમાં ડાંસ કરતી જોવા મળી. નવ્યાએ ખુદ આનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં નવ્યા એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નવ્યાએ વ્હાઈટ કલરનો કૂર્તો પહેર્યો છે. વળી, નવ્યાએ પોતાના ડાંસનો વીડિયો શેર કરીને લખ્યુ છે - શુભો બિજોયાદશમી. નવ્યાની આ પોસ્ટ પર તેની મા શ્વેતા નંદાએ પણ કમેન્ટ કરી છે. શ્વેતાએ દીકરી માટે લખ્યુ છે - 'શુભો બિજોયા નવ્યા. મને આશા છે કે તે ડીડુને બહુ ખુશ રાખ્યા હશે.'

નવ્યાની પૉડકાસ્ટ ચેનલ

તમને જણાવી દઈએ કે હાલમાં જ બિગ બીની દોહિત્રી નવ્યાએ પોતાનુ એક પૉડકાસ્ટ શરુ કર્યુ છે. તેનુ નામ 'વૉટ ધ હેલ નવ્યા' રાખવામાં આવ્યુ છે. આના પહેલા એપિસોડમાં જયા બચ્ચન અને શ્વેતા નંદા એક સાથે જોવા મળી હતી. આ પૉડકાસ્ટ ઉપરાંત નવ્યા મહિલાઓના હેલ્થ પ્રોજેક્ટ 'પ્રોજેક્ટ નવેલી' અને 'આરા હેલ્થ' પર પણ કામ કરે છે. હાલમાં નવ્યા પોતાના નાના-નાની એટલે કે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સાથે રહે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X