For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવાળીમાં બળી ગયો હતો અમિતાભનો હાથ, રૂમાલ બાંધીને કર્યુ કામ, જુઓ ફોટા

બૉલિવુડ અભિનેતા બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તે પોતાની પોસ્ટ દ્વારા ફેન્સને ફિલ્મો કે પછી પોતાની અંગત જિંદગી સાથે જોડાયેલા કિસ્સા સંભળાવે છે.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડ અભિનેતા બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તે પોતાની પોસ્ટ દ્વારા ફેન્સને ફિલ્મો કે પછી પોતાની અંગત જિંદગી સાથે જોડાયેલા કિસ્સા સંભળાવે છે. હવે તેમણે આવો જ કિસ્સો સંભળાવ્યો છે. અમિતાભે જણાવ્યુ છે કે એક વાર તેમનો હાથ બળી ગયો હતો જેનાથી તેમને બે મહિના સુધી ઘણી મુશ્કેલી થઈ હતી. અમિતાભે આ વાત સોશિયલ મીડિયા પર કહી છે.

ઈનસ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કરી તસવીર

ઈનસ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કરી તસવીર

અમિતાભે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ અને ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે પોતાના હાથની આંગળીઓ બતાવતા દેખાઈ રહ્યા છે તે પોતાના હાથના પડછાયાથી કોઈ આકૃતિ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યુ છે, હાથની આંગળીઓ, ટેકનિકલ રીતે પુનર્ગઠિત થતા માનવ શરીરનો સૌથી જટિલ હિસ્સો હોય છે. તેને સતત ચલાવવુ જરૂરી હોય છે. મૂવમેન્ટ બંધ કરવા પર તે અકડાઈ જાય છે.

દિવાળી પર ફટાકડાથી બળી ગયો હતો હાથ

દિવાળી પર ફટાકડાથી બળી ગયો હતો હાથ

આ સાથે જ તેમણે કહ્યુ છે કે મે એક વાર દિવાળી પર ફટાકડાથી પોતાનો હાથ બાળી દીધો હતો. અંગુઠાથી તર્જની આંગળી સુધી મુવ કરવામાં બે મહિનાનો સમય લાગી ગયો હતો પરંતુ જરા વિચારો જ્યારે આ આંગળીઓ ઠીક હોય છે, ત્યારે શું નથી કરી શકતી. ક્રિએટિવિટી.

કામ ચાલુ હતુ...

કામ ચાલુ હતુ...

ત્યારબાદ તેમણે પોતાના બ્લૉગ પર પણ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો. સાથે જ અમુક અન્ય ફોટા શેર કરીને લખ્યુ, 'કામ ચાલુ હતુ... રૂમાલનો હાથથી સ્ટાઈલ માટે બાંધ્યુ હતુ...અને એક ખિસ્સામાં એટિટ્યુડ માટે...પરંતુ કામ ચાલુ હતુ, જેવુ હોવુ જોઈએ.'

સ્ક્રીનશૉટ શેર કર્યા

અમિતાભે બચ્ચે પોતાના બ્લૉગમાં 1984માં આવેલી ફિલ્મ ઈન્કલાબના સ્ક્રીનશૉટ પણ શેર કર્યા. જેમાંથી એકમાં તે હાથમાં રૂમાલ બાંધીને નાચી રહ્યા છે. એક ફોટો 1984ાં આવેલી ફિલ્મ શરાબીનો છે. તેમાં તે સફેદ સૂટમાં હાથોમાં ગ્લાસ લઈને દેખાઈ રહ્યા છે. આમાં તેમણે પોતાના ઘાયલ હાથોને ખિસ્સામાં રાખેલા છે. તેમણે કહ્યુ, 'પહેલી વાળી મદ્રાસ પ્રોડક્શનની અને બીજી શરાબીની.. ગ્રેટ પડદાની પાછળ, બંને ફિલ્મોની કહાનીઓ.. હવે તેના વિશે વાત કરવામાં સમજદારી નથી. દિવાળીવાળી ઘટના પહેલા પણ તેમના હાથમાં ઈજા થઈ હતી. આ ઈજા તેમને 1983માં આવેલી ફિલ્મ મહાન સમયે થઈ હતી.'

20 લાખ કરોડનુ રાહત પેકેજઃ MSME બાદ આજે નાણામંત્રી ખેડૂતોને આપી શકે છે ભેટ20 લાખ કરોડનુ રાહત પેકેજઃ MSME બાદ આજે નાણામંત્રી ખેડૂતોને આપી શકે છે ભેટ

English summary
amitabh bachchan injured his hand with a firecracker on diwali used handkerchief in films
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X