ત્રણ મહીના સાસરીમાં રહેશે અમિતાભ બચ્ચન

ભોપાલ, 15 ફેબ્રુઆરી : કહેવત છે કે અમુક જમાઇઓ જમ જેવા હોય છે. એટલે કે સાસરે જઈને એવા જામે કે પાછા પોતાના ઘેર ન જાય. સાસરિયા વાળા પણ કંટાળી જાય. આપણા બિગ બી પણ ત્રણ મહીના માટે સાસરે ડેરો જમાવવા પહોંચી ગયાં છે.

amitabhbachchan

અરે ભાઈ, કંઇક આમ-તેમ ન વિચારતાં. આપતો જાણો જ છો કે હાલ અમિતાભ બચ્ચન આખા પરિવાર સાથે ભોપાલ પહોંચ્યાં છે. ભોપાલ એટલે અમિતાભ બચ્ચનું સાસરૂં. અમિતાભ બચ્ચન અહીં પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહનુ શૂટિંગ કરવા આવ્યાં છે, તો બીજી બાજુ તેમનો આખો પરિવાર તેમના સાસરે મસ્તી કરશે. ફિલ્મનું શૂટિંગ ત્રણેક માસ ચાલવાની શક્યતા છે. અમિતાભ શૂટિંગ સ્થળે રહેશે, પરંતુ જો જયા બચ્ચન ભોપાલના હોય, તો પછી બિગ બી માટે આખું ભોપાલ સાસરૂં જ કહેવાય ને!

હા જી. અમિતાભ બચ્ચનનું સાસરૂં એટલે કે જયા બચ્ચનનું ઘર ભોપાલમાં છે. ગુરુવારે અમિતાભ બચ્ચન પોતાની ફૅમિલી સાથે ચાર્ટર્ડ વિમાનમાં ભોપાલ પહોંચ્યાં. તેમની સાથે તેમની સવા વર્ષની પૌત્રી આરાધ્યા પણ હતી. ભોપાલ ઍરપોર્ટ જોઈ અમિતાભ બચ્ચન એટલા બધા ગળગળા થઈ ગયાં કે તેમણે ભોપાલ ઍરપોર્ટને સ્પેસ ક્રાફ્ટની સંજ્ઞા આપી દીધી. અમિતાભે ભોપાલ ઍરપોર્ટની પોતાના બ્લૉગમાં ખૂબ પ્રશંસા કરી છે.

નોંધનીય છે કે જયાના માતા ઇંદિરા ભાદુરી અહીં શ્યામલા હિલ્સ વિસ્તારમાં આવેલ અંસલ ઍપાર્ટમેંટના એક ફ્લૅટમાં રહે છે. તેમને જ મળવા જયા, ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન અને આરાધ્યા પહોંચ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X