For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૂગલ મેપ પર હવે અમિતાભ બચ્ચન તમને રસ્તો બતાવશે, 'દેવીઓ અને સજ્જનો ડાબી બાજુ...'

તમે કલ્પના કરો કે જ્યારે અમિતાભ બચ્ચન પોતાના અંદાજમાં ગૂગલ મેપ પર તમને તમારા નિશ્ચિત સ્થળનો રસ્તો બતાવશે તો તમને કેવુ અનુભવાશે.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડના શહેનશાહ બિગ બી અમિતાભ બચ્ચનના કરોડો ચાહકો છે અને તેમના દમદાર અવાજના દરેક જણ કાયલ છે. કોન બનેગા કરોડપતિના સેટ પર જ્યારે તે શુદ્ધ હિંદીમાં કન્ટેસ્ટન્ટને સંબોધિત કરતા હોય, શોને હોસ્ટ કરતા હોય ત્યારે દર્શકો મંત્રમુગ્ધ થઈ જાય છે. દેવીઓ અને સજ્જનો કહેવાનો તેમનો જે અંદાજ એટલો લોકપ્રિય થયો કે લોકો તેને અમિતાભ બચ્ચનનુ સિગ્નેચર સંબોધન માનવા લાગ્યા છે. તમે કલ્પના કરો કે જ્યારે અમિતાભ બચ્ચન પોતાના અંદાજમાં ગૂગલ મેપ પર તમને તમારા નિશ્ચિત સ્થળનો રસ્તો બતાવશે તો તમને કેવુ અનુભવાશે.

ગૂગલ મેપને અવાજ આપશે

ગૂગલ મેપને અવાજ આપશે

રિપોર્ટની માનીએ તો બિગ બી અમિતાભ બચ્ચન જલ્દી ગૂગલ મેપને પોતાનો અવાજ આપશે અને તમે જ્યારે કોઈ ગંતવ્ય સ્થળની પસંદગી કરશો તો કોઈ યુવતીની જગ્યાએ તમને અમિતાભ બચ્ચનનો અવાજ સાંભળવા મળશે. મિડ ડેના સમાચાર અનુસાર ગૂગલે 77 વર્ષીય અમિતાભ બચ્ચનનો આના માટે સંપર્ક કર્યો છે. ગૂગલે અમિતાભ બચ્ચનને ગૂગલ મેપને પોતાનો અવાજ આપવા માટે સંપર્ક કર્યો છે. જો કે હજુ આના પર પૂર્ણ સંમતિ નથી બની. એવામાં હવે એ જોવાનુ રસપ્રદ રહેશે કે શું અમિતાભ બચ્ચન આના માટે રાજી થશે.

ઘણી જાહેરાતો, ફિલ્મોને આપી ચૂક્યા છે અવાજ

ઘણી જાહેરાતો, ફિલ્મોને આપી ચૂક્યા છે અવાજ

અમિતાભ બચ્ચન આ પહેલા ઘણી ફિલ્મો, જાહેરાતોમાં પોતાનો અવાજ આપી ચૂક્યા છે. પરંતુ ગૂગલ મેપને જો તે પોતાનો અવાજ આપશે તો તે આપણા રોજિંદા જીવનમાં શામેલ થઈ જશે અને જ્યારે પણ આપણે ક્યાંય જવા માટે ગૂગલ મેપનો ઉપયોગ કરીશુ તો તેમનો અવાજ સાંભળવા મળશે. જો કે અમિતાભ બચ્ચન જો આના માટે રાજી થશે અને ગૂગલના પ્રસ્તાવને સ્વીકારશે તો કોરોના કાળમાં તેમણે સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરીને પોતાના ઘરેથી જ પોતાનો અવાજ રેકોર્ડ કરવાનો રહેશે.

કોણ છે વર્તમાન અવાજ

કોણ છે વર્તમાન અવાજ

વર્તમાન સમયમાં ગૂગલ મેપ કૈરન જેકબસનના અવાજનો ઉપયોગ કરે છે કે જે ન્યૂયોર્કની જાણીતી ગાયિકા, મોટિવેશનલ સ્પીકર, વૉઈસ ઓવર આર્ટિસ્ટ છે, જેનો જન્મ ઑસ્ટ્રેલિયામાં થયો હતો. કૈરન ગીતો પણ લખે છે. કૈરને ગૂગલ ઉપરાંત એપ્પલના સિરીને પોતાના અવાજ આપ્યો છે. રિપોર્ટની માનીએ તો અમિતાભ બચ્ચનનો અવાજ ગૂગલ મેપ માટે હિંદી અને અંગ્રેજી બંને ભાષામાં રેકોર્ડ થવાનો છે. પહેલી વાર છે જ્યારે ગૂગલ કોઈ સેલિબ્રિટીનો અવાજ ઉપયોગ કરવા જઈ રહ્યા છે.

આમિર દેખાઈ શકે છે પ્રચાર કરતા

આમિર દેખાઈ શકે છે પ્રચાર કરતા

રિપોર્ટ અનુસાર ગૂગલે યશરાજ ફિલ્મ્સનો પણ સંપર્ક કર્યો છે અને ફિલ્મ ઠગ ઑફ હિંદુસ્તાનમાં આમિર ખાનની ભૂમિકા ફિરંગીનો ઉપયોગ ગૂગલ મેપના પ્રચાર માટે કરવાની અનુમતિ માંગી છે. આના દ્વારા ફિલ્મોમાં ગૂગલ મેપનો પ્રચાર કરશે. તમને જણાવી દઈએ કે આમિર ખાન અને અમિતાભ બચ્ચનને પહેલી વાર મોટા પડદે ઠગ ઑફ હિંદુસ્તાનમાં જોવામાં આવ્યા હતા. જો કે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર કંઈ ખાસ કરી શકી નહોતી.

ઐશ્વર્યા રાયે આ ફિલ્મોમાં આપ્યા ઈન્ટીમેટ સીન, ભડક્યા હતા જયા બચ્ચનઐશ્વર્યા રાયે આ ફિલ્મોમાં આપ્યા ઈન્ટીમેટ સીન, ભડક્યા હતા જયા બચ્ચન

English summary
Amitabh Bachchan may be the voice of google map.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X