અમિતાભ બચ્ચનને સ્ટાર ઑફ ધ મિલેનિયમ ઍવૉર્ડ
મુંબઈ, 20 ડિસેમ્બર : સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને બિગ સ્ટાર એંટરટેનમેંટ ઍવૉર્ડ સમારંભ દરમિયાન સ્ટાર ઑફ ધ મિલેનિયમ ઍવૉર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યાં.

બિગ સ્ટાર એંટરટેનમેંટ ઍવૉર્ડ સમારંભમાં સલમાન ખાન, કરીના કપૂર, સન્ની લિયોન, એલી અવરમ, નકુલ મહેતા અને મુક્તિ મોહન દ્વારા કેટલીક જોરદાર રજુઆતો આપવામાં આવી. ઉપરાંત સમારંભમાં શાહરુખ ખાન, શિલ્પા શેટ્ટી, દીપિકા પાદુકોણે, આદિત્ય રૉય કપૂર, શ્રદ્ધા કપૂર, સિદ્ધાર્થ રૉય કપૂર, રાકેશ રોશન, ફરહાન અખ્તર, અયાન મુખર્જી, રોહિત શેટ્ટી તેમજ તિગ્માંશુ ધુલિયા પણ આવ્યા હતાં. આ સમારંભનું આગામી 31મી ડિસેમ્બરે રાત્રે સ્ટાર પ્લસ ઉપર પ્રસારણ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
