અડધી રાતે અમિતાભ બચ્ચનને આવ્યો ગુસ્સો, શું ટ્વિટરને કહ્યું Bye?

Posted By:
Subscribe to Oneindia News

બોલીવૂડના બાદશાહ અમિતાભ બચ્ચને બુધવારે રાતે એક ટ્વિટ કર્યું. જે બાદ માનવામાં આવી રહ્યું છે કે બીગ બી ટ્વિટરને હંમેશા માટે અલવિદા કહી રહ્યા છે. નોંધનીય છે કે આમ તો સોશ્યલ મીડિયા પર સુપર એક્ટિવ રહેનાર અમિતાભ બચ્ચને ગત મોડી રાતે એક ટ્વિટ કરીને ટ્વિરની દુનિયામાં એક મીની ભૂકંપ સર્જી દીધો હતો. થયું એવું કે અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને ટ્વિટરને સંબોધતા કહ્યું કે ટ્વિટર તે મારા ફોલોવર ઓછા કરી દીધા છે...હાહાહા...હું મજાક કરી રહ્યો છું...મને લાગે છે હવે અહીંથી જવાનો મારો સમય આવી ગયો છે...આભાર આ રાઇડ માટે...દરિયામાં બીજી પણ માછલીઓ છે...જે વધુ આકર્ષક છે!! અહીં દરિયામાં અન્ય પણ માછલીઓ છે કહીને પરોક્ષ રીતે બીગ બીએ ટ્વિટરને તે જણાવ્યું કે સોશ્યલ મીડિયાના આ દરિયામાં તમારા સિવાય પણ અનેક હેપનિંગ સાઇટ છે. સાથે જ તેમણે ગુસ્સા ભરેલા ત્રણ ઇમોજી પણ મૂક્યા અને તેમની જ એક ફિલ્મનો આ ફોટો પણ લગાવ્યો.

આ ટ્વિટ પછી તે વાતે સોશ્યલ મીડિયામાં જોર પકડ્યું છે કે ટ્વિટરમાં 32.9 મિલિયન ફોલોવર ધરાવતા અમિતાભ બચ્ચન, ટ્વિટરને હંમેશા માટે છોડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત રાતથી અત્યાર સુધી તેમની આ ટ્વિટ 894 લોકો રિટ્વિટ કરી છે અને 6.6 કે લોકો તેને લાઇક કરી છે. સાથે જ લોકોએ કમેન્ટ કરીને બીગ બીને ટ્વિટર છોડવાનું કારણ પણ પુછ્યું છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા જ અમિતાભ બચ્ચને તેમની ફિલ્મ "હમ"ને 27 વર્ષ પૂર્ણ થયા હોવાની ખુશીમાં એક ટ્વિટ કરીને આ ફિલ્મના કેટલાક ફોટો મૂકી આ ફિલ્મને યાદ કરી હતી. અને તે બાદ આ મનાતી છેલ્લી ટ્વિટ પણ પોસ્ટ કરી હતી.

નોંધનીય છે કે અમિતાભ બચ્ચન સોશ્યલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. ફેસબુક, ટ્વિટર, ઇંસ્ટ્રાગ્રામ જેવા તમામ સોશ્યલ એકાઉન્ટ પર તેમની હાજરી સ્પષ્ટ દેખાય છે. ત્યારે અચાનક જ તેમના દ્વારા આવી ટ્વિટ કરવાથી અનેક અટકળો લોકો કરી રહ્યા છે. સાથે જ ટ્વિટરે તેવું તો શું કર્યું કે બીગ બી ગુસ્સે ભરાયા તેવા સવાલો પણ ઊભા થયા છે. ત્યારે જો ખરેખરમાં અમિતાભ બચ્ચન ટ્વિટર છોડશે તો ટ્વિટર પર હાજર તેમના અનેક ફેન ચોક્કસથી નિરાશ થશે.

English summary
Amitabh Bachchan says good bye to twitter says there are many other fish in the sea.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.