For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિગ કૅટ માટે અમિતાભ બચ્ચન બનશે બ્રાન્ડ એમ્બેસેડર

|
Google Oneindia Gujarati News

લખનઉ, 10 ડિસેમ્બર : જે રાજ્યના બિગ કૅટ એટલે કે બબ્બર સિંહો આખી દુનિયામાં જાણીતા છે, ત્યાંના બ્રાન્ડ એમ્બેસેડર બિગ બી છે. જ્યારે તે સિંહો ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી રહ્યાં છે, તો તે રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર બિગ બી કરતાં વધુ બહેતર કોણ હોઈ શકે? હા જી, નરેન્દ્ર મોદી બાદ અખિલેશ યાદવના બ્રાન્ડ એમ્બેસેડર પણ બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન જ હશે. માહિતી મળે છે કે મુખ્યમંત્રી અખિલેશ યાદવે બૉલીવુડના સિંહ બિગ બીને ઇટાવા લાયન સફારીના બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટેનો એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે.

amitabh
ઉચ્ચાધિકારીઓના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશના મેગા પ્રોજેક્ટ લાયન સફારી પાર્કનું બ્રાન્ડિંગ અમિતાભ બચ્ચન કરશે રાજ્યના જંતુ ઉદ્યાન રાજ્ય મંત્રી ડૉ. એસ. પી. યાદવ ટુંકમાં જ સરકારના આ મેગા પ્રોજેક્ટ માટે આ પ્લાન મુખ્યમંત્રી અખિલેશ અને સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવ સમક્ષ રજૂ કરવાની તૈયારીમાં છે. મુલાયમના ડ્રીમ પ્રોજેક્ટ લાયન સફારી અંગે સરકાર ખૂબ ઉત્સાહિત દેખાય છે. ઇટાવા ખાતે લાયન સફારીને વિશ્વકક્ષાની બનાવવા અંગે યૂપીમાંથી એક દળ લંડનમાં બનેલી લાયન સફારીનો અભ્યાસ કરી પરત ફર્યો છે.

બીજી બાજુ રાજ્યના જંતુ ઉદ્યાન મંત્રીનો પ્રસ્તાવ છે કે આટલા મોટા પ્રોજેક્ટના બ્રાન્ડ એમ્બેસેડર સદીના મહાનાયક અમિતાભે જ હોવું જોઇએ કે જેના માટે મુખ્યમંત્રીની છેલ્લી મહોર લાગવાની બાકી છે. અમિતાભ બચ્ચન હાલ ગુજરાત સરકારના બ્રાન્ડ એમ્બેસેડર છે. ગુજરાત સરકારે અમિતાભને પર્યટન વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં છે.

English summary
If chief minister Akhilesh Yadav's all dreams get fulfilled then Bollywood legend Amitabh Bachchan will endorse Etawah Lion Safari in Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X