ઇંગ્લિશ વિંગ્લિશ જોઈને રડી પડ્યાં અમિતાભ

69 વર્ષીય અમિતાભે પોતાના બ્લૉગમાં લખ્યુ, ‘આજે રાત્રે બાલ્કીની પત્ની ગૌરી શિંડે દિગ્દર્શિત ઇંગ્લિશ વિંગ્લિશ ફિલ્મે મારા ગળે ડુમો અને આંખોમાં અશ્રુ વહાવી દીધાં. અને આવું કોઈ એક પળને કારણે નહિં, પણ આ ફિલ્મ અંગે હૃદયમાં ઉપસેલ વખાણને કારણે થયું.'
માત્ર અમિતાભ જ નહિં, પણ હૃતિક રોશન પણ આ ફિલ્મના પ્રોમોથી ઘણો પ્રભાવિત થયો છે અને માત્ર આ ફિલ્મ જોવા માટે તેણે પોતાની ફિલ્મ ક્રિશના શુટિંગની તારીખ પોસ્ટપોન્ડ કરી નાંખી છે. હૃતિકે બાળપણમાં શ્રીદેવી સાથે ફિલ્મ કરી હતી અને ત્યારથી જ તે શ્રીદેવીનો ફેન છે અને તેથી જ તે ઇચ્છે છે કે શ્રીદેવીની આ ફિલ્મ તે જરૂર જુએ.
બીજી બાજુ અમિતાભે શ્રીદેવી સાથ ઇન્કલાબ, આખિરી રાસ્તા અને ખુદા ગવાહ જેવી હિટ ફિલ્મો કરી છે.
તાજેતરમાં જ શ્રીદેવી (ગેલેરી) અમિતાભના હિટ ટીવી શો કૌન બનેગા કરોડપતિ (કેબીસી)માં નજરે પડી. શ્રીદેવીએ અમિતાભ (ગેલેરી) સાથે પોતાની ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશ અંગે વાતો કરી તેમજ 15 વર્ષ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના કમબેક અંગે પણ પોતાની ખશી જાહેર કરી. તે વખતે પણ અમિતાભે શ્રીદેવીને તેમની ફિલ્મની સફળતા માટે શુભેચ્છા આપી હતી અને એમ જણાવ્યું હતું કે તેઓ તેમની ફિલ્મ જરૂર જોશે.
ઇંગ્લિશ વિંગ્લિશની વાર્તા એક એવી સ્ત્રીની છે કે જેને ઇંગ્લિશ બિલ્કુલ નથી આવતી, જેથી તેના પોતાના બાળકો તેમજ પતિ તેનું સન્માન નથી કરતાં. એક દિવસ તે નક્કી કરે છે કે તે ઇંગ્લિશ શીખવા માટે ટ્યુશન કરશે અને પછી તે ઇંગ્લિશ શીખવા માટેના પ્રયત્નોમાં લાગી જાય છે. ફિલ્મના બધા સીન્સ એટલી ઝીણવટપૂર્વક લેવાયાં છે કે સમગ્ર ફિલ્મ જોતી વખતે એક પણ ક્ષણ એવી નથી આવતી કે જ્યારે તમે પોતાને ફિલ્મની વાર્તાથી અલગ અનુભવો.












Click it and Unblock the Notifications
