#Bindaas:કરીનાએ આ રીતે ઉજવી પોતાની બેસ્ટ ફ્રેન્ડની બર્થ ડે
બોલિવૂડની હોટ એક્ટ્રેસ અમૃતા અરોરાએ પોતાની 40મી વર્ષગાંઠ ખૂબ ધામધૂમથી ગોવામાં ઉજવી હતી. કરીના કપૂરે ગોવામાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું,
બોલિવૂડની હોટ એક્ટ્રેસ અમૃતા અરોરાએ પોતાની 40મી વર્ષગાંઠ ખૂબ ધામધૂમથી ગોવામાં ઉજવી હતી. કરીના કપૂરે ગોવામાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં માત્ર અમૃતાના નજીકના મિત્રોને જ આમંત્રિત કરવામાં આવ્યા હતા. અમૃતાની આ પાર્ટીમાં મલાઇકા અરોરા, સૈફ અલી ખાન, કરીના કપૂર, કરિશ્મા કપૂર, અમૃતાના પતિ અને અમૃતાની બીજી કેટલીક ખાસ ફ્રેન્ડ્સ હાજર રહી હતી.

અમૃતાની બર્થ ડે પાર્ટી
અમૃતા અરોરાની બર્થ ડે પાર્ટીની તસવીરો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. કરીના કપૂર અને અમૃતા અરોરા ખૂબ સારા મિત્રો છે. બંને ઘણીવાર સાથે જીમ જતા પણ સ્પોટ કરવામાં આવ્યા છે. અમૃતા-મલાઇકા અને કરીના-કરિશ્મા ઘણીવાર સાથે ડિનર પર જતા અને પાર્ટી કરતા પણ જોવા મળ્યા છે.

ખાસ કેક
અમૃતા અરોરાની બર્થ ડે પર કરીનાએ ખાસ બે કેકના ઓર્ડર આપ્યા હતા અને બંને કેકની ડિઝાઇન વિચિત્ર અને એડલ્ટ હતી. પહેલા તો અમૃતા પોતે પણ કેક કાપતા શરમાઇ હતી, પરંતુ આખરે તેણે એ જ રીતે કેક કાપી જે રીતે બધા ઇચ્છતા હતા. એક કેક મેલ ફિગરવાળી હતી અને એક ફીમેલ ફિગરવાળી.

બોહો પાર્ટી
ગોવામાં કરીનાએ પોતાની આ મિત્ર માટે થીમ પાર્ટીનું આયોદજન કર્યું હતું. પાર્ટીની થીમ હતી બોહો. અહીં સૌથી બેસ્ટ ડ્રેસ્ડ હતી કરિશ્મા કપૂર. તે બ્લેક ટોપ અને ગોલ્ડન લોંગ સ્કર્ટમાં ખૂબ સુંદર અને હોટ લાગી રહી હતી.

ગર્લ્સ સ્ક્વોડ
કરીનાએ આ પાર્ટીમાં સિલ્વર આઉટફિટ પહેર્યું હતું અને મલાઇકાએ બ્લેક ફેધર ટોપ અને વ્હાઇટ શિમરી શોર્ટ્સ પર પસંદગી ઉતારી હતી. બર્થ ડે ગર્લ મલાઇકા અરોરા કોપર કલરના આઉટફિટમાં જોવા મળી હતી.

શકીલ લદ્દાક
અહીં અમૃતાના પતિ શકીલ લદ્દાક પણ પાર્ટીનો આનંદ માણતા નજરે પડ્યા હતા. અમૃતાની ગર્લ્સ ગેંગમાં માત્ર 2 જ મેલ હતા. એક અમૃતાના પતિ શકીલ અને બીજા સૈફ અલી ખાન. શકીલ લદ્દાક એક બિઝનેસમેન છે.

અમૃતા-કરીના બેસ્ટ ફ્રેન્ડ્સ
અમૃતા અને કરીના પોતાના કરિયરના શરૂઆતના દિવસોથી જ ઘણા સારા મિત્રો છે અને આ કારણે જ બંનેની મોટી બહેનો મલાઇકા અને કરિશ્મા પણ સારી મિત્રો બની ગઇ. આ વખતે આ ગેંગમાં સૈફ અલી ખાન પણ ઉમેરાયા છે.

પ્રાઇવેટ પ્લેનમાં પહોંચ્યા ગોવા
અમૃતાના ફ્રેન્ડ્સની આ આખી ટોળી પ્રાઇવેટ જેટ કરીને ગોવા પહોંચી હતી. તેમની તમામ તસવીરોએ હાલ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી છે. કરીના કપૂર હાલ વીરે દી વેડિંગમાં વ્યસ્ત છે. મલાઇકા પોતાના મોડેલિંગના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. કરિશ્મા કપૂર પણ નાના-મોટા પ્રોજેક્ટ્સ કરતી રહે છે, પરંતુ આ સિવાય તે પાર્ટીઝમાં અચૂક જોવા મળે છે.

અમૃતા અરોરા
અમૃતા પોતાનો સંપૂર્ણ ટાઇમ ફેમિલીને આપી રહી છે, પરંતુ ઘણીવાર તે આ રીતે પાર્ટીમાં દેખા દે છે. થોડા સમય પહેલાં તેણે પોતાની બહેન મલાઇકા સાથે એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું, જે ખૂબ વાયરલ થયું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
