ભારતનો સૌથી મોટો પોલિટિકલ પોલ, શુ તમે ભાગ લીધો?
  • search

સોનમ કપૂરે મનાવ્યો આનંદ આહૂજાનો બર્થડે, જુઓ અદભૂત ગિફ્ટ અને કેક

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહૂજા હંમેશાથી જ ચર્ચાઓમા રહ્યા છે. આજે આનંદ આહૂજા પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે અને સોનમ કપૂરે કંઈક એવુ તેમને ગિફ્ટ કર્યુ છે કે જે તેમના માટે ઘણુ સ્પેશિયલ છે. તમને જણાવી દઈએ કે સોનમ કપૂર અને આનંદ આહૂજા ઘણી વાર સોશિયલ મીડિયામાં પોતાનો પ્રેમ એકબીજા માટે બતાવતા રહે છે.

    આ ખરેખર અદભૂત છે

    આ ખરેખર અદભૂત છે

    આનંદના બર્થડે પર સોનમ કપૂરે એક કેક મંગાવ્યુ છે જેને જોઈને તમે દંગ રહી જશો. કેક એટલુ સુંદર છે કે તેને જોયા બાદ આનંદ ઘણા ખુશ થયા અને લખ્યુ કે આ ખરેખર અદભૂત છે. સોનમ કપૂરે જે કેક આનંદ માટે મંગાવ્યુ તેમાં આનંદ લખેલુ છે અને બાસ્કેટ બોલ રમતો એક પ્લેયર બનાવવામાં આવ્યો છે. આનો અર્થ સ્પષ્ટ છે કે આનંદ આહૂજાને બાસ્કેટ બોલ સાથે ઘણો લગાવ છે અને તે એક સ્પોર્ટ પર્સન પણ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં સોનમ કપૂરે એક મેસેજ આનંદ આહૂજા માટે લખ્યો છે... સોનમે લખ્યુ છે કે તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને મારી જીંદગીમાં આવ્યા પછી તમે જીંદગી બદલી દીધી છે. હું ઘણી ખુશ છુ કે આજે તમારો જન્મદિવસ છે.

    વિશાળ શુ ગિફ્ટ કર્યા

    વિશાળ શુ ગિફ્ટ કર્યા

    વળી, આ પ્રસંગે સોનમ કપૂરની બહેન રિયા કપૂરે આનંદ આહૂજા માટે એક વિશાળ શુ ગિફ્ટ કર્યા છે જેને જોયા બાદ તમે દંગ રહી જશો. તમને જણાવી દઈએ કે આ ઉપરાંત રિયા કપૂરે પણ આનંદ માટે એક મેસેજ લખ્યો હતો.

    અનિલ કપૂર પણ ત્યાં હાજર

    અનિલ કપૂર પણ ત્યાં હાજર

    આનંદ આહૂજાનો જન્મદિવસ ખૂબ સરસ રીતે ઉજવવામાં આવ્યો અને આ પ્રસંગે અનિલ કપૂર પણ ત્યાં હાજર હતા. તમને જણાવી દઈએ કે બંનેના લગ્ન એક લાંબા અફેર બાદ હાલમાં જ થયા છે અને બંને એકબીજા સાથે ઘણા ખુશ છે અને ઘણી વાર પોતાની ખુશી સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.

    English summary
    Anand ahuja celebrate his birthday today. Sonam kapoor made his birthday special and she gift a cake and rhea kapoor gift giant shoes.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more