વિદેશમાં રોમાન્સ બાદ એરપોર્ટ પર અલગ-અલગ સ્પોટ થયા અનન્યા પાંડે-આદિત્ય રોય કપૂર, જુઓ ફોટો
બોલિવૂડની ક્યૂટ અભિનેત્રી અનન્યા પાંડે આ દિવસોમાં તેની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. હાલમાં જ તે આદિત્ય રોય કપૂર સાથે પોર્ટુગલમાં સ્પોટ થઈ હતી. અહીં બન્ને એકબીજામાં ખોવાયેલા જોવા મળ્યા હતા. હવે આ ક્યૂટ કપલ ભારત પરત ફર્યુ છે. બન્ને એરપોર્ટ પર અલગ-અલગ જોવા મળ્યા હતા.
ગુરુવારે આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે મુંબઈ એરપોર્ટ પર અલગ-અલગ જોવા મળ્યા હતા.અહીં આ કપલ મેચિંગ કપડામાં જોવા મળ્યુ હતુ. આદિત્ય બ્લેક ટી-શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળ્યો તો અનન્યા બ્લેક ગ્રે ટી-શર્ટમાં જોવા મળી હતી.

અહીં અનન્યા પાંડે પહેલા જોવા મળી અને તે કેમેરાને ઈગ્નોર કરતી દોવા મળી હતી. અહીં અનન્યાને પૂછ્યું કે વેકેશન કેવું રહ્યું અને તેણે જવાબ આપ્યો કે સારૂ રહ્યું. આ પછી અનન્યા પોતાનો ચહેરો હાથથી છુપાવીને કાર તરફ રવાના થઈ ગઈ. થોડા સમય બાદ આદિત્ય રોય કપૂર એરપોર્ટ પર જોવા મળ્યો. બંનેના આ અલગ-અલગ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
જણાવી દઈએ કે, આ કપલનો સૌથી પહેલો ફોટો સ્પેનથી વાયરલ થઈ રહ્યો હતો. અહીં બન્ને હગ કરતા જોવા મળ્યા હતા. બંને એકબીજામાં ખોવાયેલા જોવા મળ્યા. આ પછી કપલ પોર્ટુગલની એક રેસ્ટોરન્ટમાં સાથે બેઠેલા જોવા મળ્યા હતા. બંને એકબીજા સાથે વાત કરી રહ્યાં હતા.
આ તસવીરો વાયરલ થયા બાદ હવે ફેન્સ રાહ જોઈ રહ્યા છે કે બંને જલ્દીથી તેમના સંબંધોને ઓફિશિયલ કરે. જો કે હજુ સુધી આ સંબંધને લઈને બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.












Click it and Unblock the Notifications
