Ananya Pandey Boyfriend : કોણ છે અનન્યા પાંડેનો નવો બોયફ્રેન્ડ વોકર બ્લેન્કો? જાણો કેવી રીતે શરૂ થઈ લવ સ્ટોરી?
Ananya Pandey Boyfriend : બોલિવૂડ ક્યુટ એન્ડ બોલ્ડ અભિનેત્રી આ દિવસોમાં તેના નવા બોયફ્રેન્ડને લઈને ચર્ચામાં છે.
આદિત્ય રોય કપૂરને લાંબો સમય સુધી ડેટ કર્યા બાદ અનન્યા પાંડેનું નામ હવે નવા વ્યક્તિ સાથે જોડાઈ રહ્યું છે. અહેવાલો અનુસાર, અનન્યા આ વ્યક્તિના પ્રેમમાં ઘાયલ થઈ ચુકી છે.

અનન્યા પાંડે 30 ઓક્ટોબરે તેનો 26મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર અભિનેત્રીના નવા બોયફ્રેન્ડનો ખુલાસો થયો છે. અનન્યા પાંડેના કથિત બોયફ્રેન્ડ વોકર બ્લેન્કોએ એક ખાસ પોસ્ટ શેર કરતા આ વાત કન્ફર્મ થઈ ગઈ છે.
વોકર બ્લેન્કોએ અનન્યા પાંડેના જન્મદિવસે તેના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. ફોટો કરતાં વધુ તેના કેપ્શને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. વોકરે અનન્યાનો ફોટો શેર કર્યો અને લખ્યું, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તું ખૂબ જ ખાસ છો. હું તને પ્રેમ કરું છું એની.
આ પોસ્ટ વાયરલ થયા બાદ લોકો વોકર બ્લેન્કો કોણ છે તે જાણવા માટે સતત ગુગલ કરી રહ્યાં છે. જણાવી દઈએ કે, વોકર એક વિદેશી છે અને તે પૂર્વ મોડલ પણ રહી ચુક્યો છે. વોકર મુળ અમેરિકાનો અને હાલ અંબાણીની પ્રોપર્ટી માટે કામ કરે છે. અનંત અંબાણીના લગ્ન સમારોહ દરમિયાન લોકોએ પ્રથમ વખત અનન્યા સાથે બ્લેન્કોને જોયો હતો.
અનન્યા પાંડે અને વોકર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વેડિંગ ફંક્શનમાં સાથે જોવા મળ્યા હતા. બંનેના એક સાથેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કહેવાય છે કે આ પછી બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી અનન્યા અને વોકર એકબીજાની નજીક આવ્યા.
વોકર બ્લેન્કો વાઈલ્ડલાઈફ પ્રેમી છે. તે ઘણીવાર દરિયા કિનારે અથવા પ્રાણીઓ સાથે ફોટા પોસ્ટ કરતો જોવા મળે છે. તેને અનન્યા પાંડે ઉપરાંત બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ પણ ફોલો કરે છે.
જણાવી દઈએ કે, આ પહેલા અનન્યા પાંડેનું નામ આદિત્ય રોય કપૂર સાથે જોડાયું હતું. બંને લાંબો સમયથી રિલેશનશિપમાં હતા. જો કે આ વર્ષની શરૂઆતમાં સમાચાર આવ્યા હતા કે બંને અલગ થઈ ગયા છે. જોકે બંનેએ ક્યારેય આ સંબંધની પુષ્ટિ કરી નથી.












Click it and Unblock the Notifications
