For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈની અંધેરી કોર્ટે આપ્યા પાયલ રોહતગી સામે તપાસના આદેશ

સફૂરા જરગર સામે વાંધાજનક ટિપ્પણી કરવાના કેસમાં રોહતગી સામે તપાસ કરવાના આદેશ આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ પોતાના નિવદેનો માટે ઘણી વાર વિવાદોમાં રહેતી મૉડલ-અભિનેત્રી પાયલ રોહતગીની મુશ્કેલીઓ વધી શકે છે કારણકે મુંબઈ સ્થિત અંધેરીની એક કોર્ટે જામિયા મિલિયા ઈસ્લામિયાની છાત્રા સફૂરા જરગર સામે વાંધાજનક ટિપ્પણી કરવાના કેસમાં રોહતગી સામે તપાસ કરવાના આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યુ છે કે રોહતગીનુ ટ્વિટ મુસ્લિમ સમાજ અને મહિલાઓનુ અપમાન કરે છે માટે આ ટ્વિટની તપાસ થવી જોઈએ.

મુંબઈની અંધેરી કોર્ટે આપ્યા રોહતગી સામે તપાસના આદેશ

મુંબઈની અંધેરી કોર્ટે આપ્યા રોહતગી સામે તપાસના આદેશ

કેસની સુનાવણી કરીને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ભગવત જિરાપેએ પોતાના આદેશમાં કહ્યુ છે કે દરેક ધર્મનુ માન છે અને કોઈને હક નથી કે તે કોઈ ધર્મ પર આંગળી ઉઠાવે કે તેનુ અપમાન કરે. આ બિલકુલ ખોટુ છે, એવામાં આ ટ્વિટ અને નિવેદનની તપાસ થવી જોઈએ.

સફૂરા પર દિલ્લીમાં હિંસા ફેલાવવાનો છે આરોપ

સફૂરા પર દિલ્લીમાં હિંસા ફેલાવવાનો છે આરોપ

તમને જણાવી દઈએ કે સફૂરા સામે પાયલ રોહતગીએ એ ટ્વિટ જૂન 2020માં કર્યુ હતુ. એ વખતે સફૂરા દિલ્લીમાં હિંસા ફેલાવવાના આરોપમાં જેલમાં બંધ હતી અને ગર્ભવતી હતી. જો કે બાદમાં માનવતાના આધારે તેને જામીન આપી દેવામાં આવ્યાહતા. આ દરમિયાન પાયલે સફૂરા અને તેના ધર્મ વિશે અમુક ટ્વિટ કર્યા હતા જેના પર હોબાળો થઈ ગયો હતો. ટ્વિટરે પણ પાયલનુ અકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધુ હતુ. ત્યારબાદ અમુક લોકો પાયલ રોહતગીના સમર્થનમાં ઉતરી આવ્યા હતા અને કહ્યુ હતુ કે પાયલનુ અકાઉન્ટ ચાલુ કરવામાં આવે.

લોકો મને સાચુ બોલવા પર નાગિન કહી રહ્યા છેઃ પાયલ રોહતગી

લોકો મને સાચુ બોલવા પર નાગિન કહી રહ્યા છેઃ પાયલ રોહતગી

જેના પર પાયલ રોહતગીએ બધાનો આભાર વ્યક્ત કર્યો અને પોતાની વિરુદ્ધ બોલનારાને આડે હાથ લીધા હતા. અમુક લોકોએ તેને સફૂરા વિરુદ્ધ બોલવા પર નાગિન કહી દીધી હતી જેનો જવાબ આપીને પાયલે કહ્યુ હતુ કે અમુક લોકો તથાકથિત ધર્મના ઠેકેદારો મારા જેવી સાચુ બોલનારીને નાગિન કહી રહ્યા છે અને તેમનો સાથ આપી રહ્યા છે કે જે દિલ્લીના રસ્તા પર લોહી પાથરવામાં લાગ્યા છે. એ વખતે પાયલ સામે મુંબઈમાં કેસ ફાઈલ થયો. એડવોકેટ અલી કાશિફ ખાન દેશમુખે મુંબઈની અંબોલી પોલિસમાં FIR નોંધાવી પરંતુ પોલિસે ઠોસ એક્શન ન લીધી ત્યારે એડવોકેટ કોર્ટમાં ગયા. જેના પર કાલે સુનાવણી થઈ અને કોર્ટે તપાસના આદેશ આપ્યા. એડવોકેટે અરજીમાં કહ્યુ હતુ કે રોહતગીના ટ્વિટ સમાજમાં મુસ્લિમ સમાજ માટે નફરત ફેલાવે છે માટે તેની સામે કેસ થવો જોઈએ.

કોણ છે સફૂર જરગર?

કોણ છે સફૂર જરગર?

તમને જણાવી દઈએ કે 13 એપ્રિલ 2019ના રોજ સફૂરાને દિલ્લી પોલિસે હિંસાના આરોપમાં પકડી હતી ત્યારે તે સાડા ચાર મહિના ગર્ભવતી હતી. ફેબ્રુઆરી 2019મં નાગરિકતા સુધારા કાયદા સામે પ્રદર્શન દરમિયાન ઉત્તર પૂર્વ દિલ્લીમાં હુલ્લડ થયા હતા અને આ કેસમાં સફૂરાની ધરપકડ કરવામાં આવી હતી. જરગર જામિયાની એમફિલની છાત્રા છે. દિલ્લી હિંસા 24-25 ફેબ્રુઆરીએ થઈ હતી અને તેમાં 53 લોકોના જીવ ગયા હતા અને લગભગ 200 લોકો ઘાયલ થયા હતા.

રાજસ્થાનનુ ફલોદી દેશનુ બીજુ સૌથી ગરમ શહેર, 43 ડિગ્રીને પારરાજસ્થાનનુ ફલોદી દેશનુ બીજુ સૌથી ગરમ શહેર, 43 ડિગ્રીને પાર

English summary
Andheri court orders police inquiry against Payal Rohatgi over her tweets on Safoora Zargar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X