For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંગદ બેદીએ ખોલ્યો રાઝ, પ્રેગનેન્ટ છે નેહા ધૂપિયા, જુઓ ફોટા

નેહા ધૂપિયા અને અંગદ બેદી ફરીથી એક વાર ચર્ચામાં છે અને અત્યારે એટલા માટે ચર્ચા છે કારણકે ઘણા સમયથી ચાલી રહેલી અફવા સાચી પડી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

નેહા ધૂપિયા અને અંગદ બેદી ફરીથી એક વાર ચર્ચામાં છે અને અત્યારે એટલા માટે ચર્ચા છે કારણકે ઘણા સમયથી ચાલી રહેલી અફવા સાચી પડી ગઈ છે અને નેહા ધૂપિયા પ્રેગનેન્ટ છે. આ વાતનું એલાન અંગદ બેદીએ જાતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કર્યુ છે. ઉલ્લેખનીય છે કે તેમના લગ્ન ત્રણ મહિના પહેલા થયા છે અને આટલી જલ્દી ખુશખબરીથી અંગદ ઘણો ખુશ છે. અંગદ બેદીએ પોતાનો અને નેહા ધૂપિયાનો એક ફોટો શેર કર્યો છે.

જે અફવા ઉડી હતી તે સાચી છે

જે અફવા ઉડી હતી તે સાચી છે

તમને જણાવી દઈએ કે અંગદ અને નેહા ધૂપિયા ઘણા સમયથી આ વાત છૂપાવી રહ્યા હતા અને મીડિયામાં ઘણી વાર તેમના ફોટા સામે આવતા હતા જેમાં સ્પષ્ટ સમજાતુ હતુ કે કંઈક તો છે. જો કે અભિનેતા અંગદ બેદીએ ઘણા પોસ્ટ કર્યા અને આ વાતનો ખુલાસો કરતા ઘણા ખુશ પણ જોવા મળ્યા. એક પોસ્ટમાં તો તેમણે લખ્યુ કે જે અફવા ઉડી હતી તે સાચી છે. હવે આ વાતનું એલાન થઈ ચૂક્યુ છે.

આ પણ વાંચોઃપ્રોટેક્ટીવ બોયફ્રેન્ડ લઈ લગ્ન સુધી, બોલિવુડનું સૌથી ક્યુટ કપલ, 10 Picsઆ પણ વાંચોઃપ્રોટેક્ટીવ બોયફ્રેન્ડ લઈ લગ્ન સુધી, બોલિવુડનું સૌથી ક્યુટ કપલ, 10 Pics

એક નવી શરૂઆત

એક નવી શરૂઆત

અંગદ અને નેહા એકબીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યા હતા અને અંતમાં બંનેએ લગ્ન કરી લીધા. આ બંનેના લગ્ન 10 મે, 2018 ના રોજ થયા હતા. ત્યારબાદ બંને માટે ઘણી અફવાઓ ઉડી હતી. એક પોસ્ટમાં અંગદે લખ્યુ છે કે આ એક નવી શરૂઆત છે. જ્યારે એકમાં લખે છે કે તે ઘણા ખુશ છે અને નેહાને અભિનંદન આપે છે... અને નવા જીવનની શરૂઆત કરવાના છે.

આ પણ વાંચોઃપોતાના જમાઈ વિશે પ્રિયંકા ચોપડાની મા એ કહી આ વાતઆ પણ વાંચોઃપોતાના જમાઈ વિશે પ્રિયંકા ચોપડાની મા એ કહી આ વાત

અભિનંદનના સંદેશ

તમને જણાવી દઈએ કે આ વાતના એલાન સાથે બોલિવુડના ઘણા લોકોના અભિનંદનના સંદેશ સતત આવી રહ્યા છે અને બંને માટે આ ઘણો સારો સમય છે અને બંને આ પ્રસંગે ઘણા રિલેક્સ અને ખુશ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ'ભારત' ના શૂટિંગ દરમિયાન સલમાનનો હૉટ શર્ટલેસ અંદાજઆ પણ વાંચોઃ'ભારત' ના શૂટિંગ દરમિયાન સલમાનનો હૉટ શર્ટલેસ અંદાજ

English summary
Angad bedi revealed that her wife Neha dhupia's pregnancy rumour was true and she is really pregnent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X