• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સોનાક્ષી બની Dabangg : કમાલ આર ખાન સામે આદરી ટ્વિટર સફાઈ ઝુંબેશ!

|

મુંબઈ, 13 નવેમ્બર : જો આપને પૂછવામાં આવે કે બૉલીવુડની સૌથી વાહિયાત હસ્તીનું નામ શું છે? તો આપ વિચારમાં પડી જશો, કારણ કે જવાબ થોડોક અઘરો છે. મળો એક એવા શખ્સને કે જે બૉલીવુડમાં પોતાનું નામ જોડવા માટે એટલો ઉતાવળિયો રહે છે કે તેના માટે કંઈ પણ કરી શકે છે અને કોઈ પણ હદે જઈ શકે છે. મુશ્કેલી તો ત્યારે ઊભી થઈ ગઈ કે જ્યારે બિગ બૉસે એક સીઝનમાં થોડોક તડકો લગાવવા માટે તેને આમંત્રિત કર્યો અથવા એમ કહો કે બિગ બૉસની આયટમ ગર્લ તરીકે.

વિચિત્ર જેવો લાગતો આ શખ્સ પોતાનું નામ કમાલ આર ખાન જણાવે છે. કામ વિશે વધુ જાણકારી નથી, કારણ કે ક્યારેય કરતો દેખાતો પણ નથી. હા, સામાન્ય રીતે તેને ચોવીસે કલાક ટ્વિટર પર જોઈ શકાય છે અને તે પણ વાહિયાત તથા અશ્લીલ ટ્વીટ્સ સાથે. અમે નથી જાણતા કે તેનો કોઈ પરિવાર છે કે સભ્ય સમાજનો કોઈ માણસ તેને જાણે છે કે કેમ.

હાલ તો દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાએ આ કમાલ આર ખાન વિરુદ્ધ ઝુંબેશ ઉપાડી છે અને આપણે સોનાક્ષીના આ પગલાનું સ્વાગત કરવું જોઇએ. સોનાક્ષી સિન્હા એમ પણ પોતાની સ્વચ્છ ઇમેજ માટે જાણીતા છે. વાંચકો પણ ઇચ્છે તો સોનાક્ષીની આ ઝુંબેશમાં જોઈ ટ્વિટર પર ફેલાઈ રહેલી આ ગંદકીને સાફ કરી શકે છે. સ્વચ્છ ભારત સાથે સ્વચ્છ ટ્વિટર અભિયાનમાં તમે પણ જોડાઈ શકો છો.

ચાલો સ્લાઇડરમાં જાણીએ ટ્વિટર સ્વચ્છતા અભિયાન :

પરિણીતી ચોપરા

કમાલ આર ખાને પરિણીતી ચોપરાના બટ્ટ વિશે સર્વે કરવાનો અને લોકોને પ્રશ્ન પૂછવાનો દાવો કર્યો. પરિણીતીએ તેના અંગે કોઈ પ્રત્યાઘાત ન આપ્યાં.

કિમ-કેઆરકે

કિમ કાર્દશિયને ન્યુડ ફોટોશૂટ કરાવ્યુ હતું. કમાલે ટ્વીટ કર્યું કે કિમ જેવી કોઈ અભિનેત્રી બૉલીવુડમાં કેમ નથી.

કૅટરીના કૈફ

ભોળા કૅટરીના કૈફ પણ વિવાદાસ્પદ કમાલ આર ખાનનો નિશાન બની ચુક્યા છે. તેમણે પણ કોઈ પ્રત્યાઘાત નથી આપ્યાં.

દીપિકા પાદુકોણે

તાજેતરની ક્લીવેજ કંટ્રોવર્સી બાદ દીપિકાએ રિસ્પૉન્ડ કરવાનો સાહસ કર્યો હતો. જોઇએ કમાલના આ ટ્વીટ પર દીપિકા કંઈ કહે છે કે નહીં.

સોનાક્ષીનો જવાબ

સોનાક્ષીએ પોતાના ફૅન્સને પ્રશ્ન કર્યો છે કે જો કમાલ આર ખાન આમ હલ્કાઈ પર ઉતરી જતા હોય, તો તેમને ચાર થપ્પડ મારવા જોઇએ. જોઇએ કે ફૅન્સ શું કહે છે.

કમાલનો જવાબ

કમાલ આર ખાને જવાબમાં કહ્યું કે તે માત્ર સર્વે છે અને તેનાથી તેમનું (સોનાક્ષીનું) અપમાન નથી થતું.

સોનાક્ષી આઉટ ઑફ રેસ

કમાલે કહ્યું - સોનાક્ષી તમને લાગતુ હોય કે આ સ્ત્રીઓનું અપમાન છે, તો તમે આ સર્વેમાંથી આઉટ થાવ છો. મને આશ્ચર્ય છે કે હું જે કહી રહ્યો છું સોનાક્ષી તે અંગે કૅર કરે છે.

નરગિસ ફખરી

નરગિસ ફખરી

કમાલ આર ખાને નરગિસ ફખરી વિશે ટ્વીટ કર્યુ હતું - How many times in week U have @NargisFakhri How long can a woman go without sex? We r supposed 2have sex n don't lie 2me tat nobody wants it.

અનુપમ ખેર

અનુપમ ખેર

કમાલ ખાને અનુપમ ખેર વિશે આ લખ્યુ હતું - Sir @AnupamPkher has given 13 flops in a row to prove that he is 100% guarantee of flop at box office today. Congratulatns 4achievement sir.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

ફાઇનલી એક બૉલીવુડ સેલિબ્રિટી કમાલ આર ખાન સામે ઊભી થઈ છે. આપણે સોનાક્ષીને અભિનંદન આપીએ અને લોકોને અપીલ કરીએ કે લોકો તેમની ટ્વિટર સફાઈ ઝુંબેશમાં જોડાય.

English summary
Sonakshi Sinha wants to hang Kamaal R Khan up side down and give a tight slap. Read to know what KRK did to deserve this and why sonakshi is angry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more