જુઓ તસવીરો : કોણ છે વધુ ‘ખૂબસૂરત’, મંજૂ કે મિલી?

મુંબઈ, 16 ડિસેમ્બર : ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ખૂબસૂરતના રીમેક માટેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને લીડ રોલ કરી રહેલા સોનમ કપૂરનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. સોનમ કપૂરને જે પ્રકારનો લુક દેખાય છે, તે એક આધુનિક અને શરારતી યુવતીનો લુક દેખાય છે. જોકે મૂળ ફિલ્મમાં આ લીડ રોલ રેખા કરતા હતાં અને તે વખતે ફિલ્મના ટાઇટલ ખૂબસૂરતનો મતલબ કદાચ જીવનના સૌંદર્યને લગતો હતો, નહીં કે શરીરના સૌંદર્યને લગતો.

પરંતુ નવી ખૂબસૂરત ફિલ્મના ફર્સ્ટ લુકમાં સોનમ કપૂર શરારતી, આધુનિક અને ખૂબસૂરત પણ દેખાય છે. ડિઝની અને અનિલ કપૂર મળી ખૂબસૂરતની રીમેકનું નિર્માણ કરી રહ્યાં છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચુક્યું છે. બીકાનેર-રાજસ્થાનમાં શૂટ કરાતી આ ફિલ્મ 2014ના મધ્યે રિલીઝ થવાની શક્યતાં છે.

ચાલો તસવીરો સાથે બતાવીએ ખૂબસૂરત ફિલ્મ વિશે વધુ માહિતી :

રેખા

રેખા

ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ખૂબસૂરતમાં રેખા લીડ રોલમાં હતાં. તેમની સાથે રાકેશ રોશન અને અશોક કુમાર જેવા કલાકારો પણ હતાં.

સોનમ

સોનમ

ખૂબસૂરતની રીમેકમાં સોનમ કપૂર રેખાનો રોલ કરી રહ્યાં છે. સોનમ સાથે કિરણ ખેર, રત્ન પાઠક શાહ અને આમિર રઝા હુસૈન જેવા કલાકારો પણ છે.

શશાંક ઘોષ દિગ્દર્શક

શશાંક ઘોષ દિગ્દર્શક

ખૂબસૂરત ફિલ્મનું દિગ્દર્શન શશાંક ઘોષ કરશે કે જેઓ એક લેખક, એડ ફિલ્મ દિગ્દર્શક અને યૂથ મ્યુઝિક ચૅનલના ક્રિએટિવ હૅડ હતાં.

મંજૂ વર્સિસ મિલી

મંજૂ વર્સિસ મિલી

ખૂબસૂરત ફિલ્મની વાર્તા મિલી (સોનમ કપૂર)ની આસપાસ ફરે છે કે જે બિંદાસ્ત છોકરી છે. મિલી એક રૉયલ ફૅમિલીમાં સામેલ થઈ તેમની જિંદગી બદલી નાંખે છે અને તેમને પણ ખૂબસૂરતી બતાવી દે છે. જૂની ખૂબસૂરતમાં રેખાના પાત્રનું નામ મંજૂ હતું કે જેને એક ડૉક્ટર સાથે પ્રેમ થઈ જાય છે અને તે કઈ રીતે રીતે પોતાની સાસરીમાં કડક મિજાજ સાસુ સહિત સૌનું દિલ જીદવામાં સફળ થાય છે.

પુરસ્કૃત ખૂબસૂરત

પુરસ્કૃત ખૂબસૂરત

વર્ષ 1980માં આવેલી દિગ્દર્શક ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ખૂબસૂરતને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ફિલ્મફૅર ઍવૉર્ડ મળ્યો હતો.

જુદી હશે વાર્તા

જુદી હશે વાર્તા

રીમેક ફિલ્મની વાર્તા તેની મૂળ વાર્તા કરતાં જુદી છે, પરંતુ પાત્રોના મૂળ ચરિત્રને નવી ફિલ્મમાં જેમના તેમ રાખવામાં આવ્યું છે.

લોકોને ગમશે

લોકોને ગમશે

સોનમ કપૂર કહે છે કે નવી ફિલ્મ ખૂસબૂરત આજની છોકરીઓને ચોક્કસ ગમશે.

મૉડર્ન ટચ

મૉડર્ન ટચ

સોનમ કહે છે કે તેમની કોશિશ રહેશે કે ફિલ્મમાં પોતાના પાત્રને વધુમાં વધુ સમકાલીન બનાવી શકે. તેમણે જણાવ્યું - મને કોઈ પણ ભૂમિકા કરતાં અગાઉ ગભરાટ થાય છે. હું કોશિશ કરીશ કે આ ફિલ્મમાં આજની છોકરીઓની જીવનશૈલીને ધ્યાનમાં રાખી પોતાનો રોલ કરૂં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X