કાકાએ કર્યું જાતિય શોષણ, ડિમ્પલ દગાબાજ : અનીતા
મુંબઈ, 26 નવેમ્બર : રાજેશ ખન્નાના અવસાનને હવે ઘણો વખત પસાર થઈ ગયો, પરંતુ એમ લાગે છે કે જાણે રાજેશ ખન્ના સાથે જોડાયેલ વિવાદો ક્યારેય ખતમ નહિં થાય. કાકાના નિધન દરમિયાન જ કાકાના લિવ ઇન પાર્ટનર અનીતા અડવાણી લાઇમલાઇટમાં આવ્યાં. કહેવામાં આવ્યું કે અનીતા 33 વર્ષોથી કાકાના પ્રેમિકા છે. અનીતાએ પણ રાજેશ ખન્ના સાથે પોતાના સંબંધોની વાત સ્વીકારી, પરંતુ કાકાના અંતિમ સમયે અનીતાને કાકાના પરિવારજનો પત્ની ડિમ્પલ, જમાઈ અક્ષય તેમજ પુત્રી ટ્વિંકલે આશીર્વાદ બંગલામાંથી હાંકી કાઢ્યાં અને ત્યારથી જ અનીતાએ કાકાના પરિજનો વિરુદ્ધ મોર્ચો માંડ્યો છે. હવે અનીતાએ ખુલ્લેઆમ આરોપ મુક્યો છે કે રાજેશ ખન્ના તેમનું યૌન શોષણ કરતા હતાં. અનીતાએ કાકાના પરિવારજનો વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો છે.

અનીતાએ કેસ અંગે એક નિવેદનમાં લખાવ્યું છે કે જ્યારે તેઓ માત્ર 13 વર્ષના હતાં, ત્યારે પહેલી વાર રાજેશ ખન્નાને મળ્યા હતાં. તે વખતે રાજેશ ખન્નાએ તેમને ભેંટી કિસ કરી હતી. પછી રાજેશ ખન્નાએ યુવાવસ્થામાં યૌન શોષણ પણ કર્યું. કોઈને કાકા સાથેના અનીતાના સંબંધોની જાણ ન થાય અને તેમની બદનામી ન થાય, તે ડરથી જ અનીતા જયપુર અભ્યાસાર્થે જતા રહ્યા હતાં.
બાદમાં જ્યારે અનીતા પરત ફર્યાં અને તેમણે કાકા સાથે આ અંગે વાત કરી, તો કાકાએ તેમને પોતાની સાથે લિવ ઇનમાં રહેવાની ઑફર કરી. અનીતાએ આ ઑફર સ્વીકારી લીધી. અનીતાનું એમ પણ કહેવું છે કે કાકા તેમની સાથે લગ્ન કરવા માંગતા હતાં, પરંતુ ડિમ્પલ કાપડિયા સાથે છુટાછેડા ન મળતાં તેઓ લગ્ન ન કરી શક્યાં. જોકે અનીતા કાકા માટે કરવા ચોથ વ્રતથી માંડી દરેક ધર્માચરણ કરતા હતાં, જે એક પત્ની પોતાના પતિ માટે કરે છે.
સાથે જ અનીતાએ એમ પણ જણાવ્યું છે કે કાકાના પત્ની ડિમ્પલે પોતાની પોત્રીઓ સાથે મળી કાનૂની દસ્તાવેજો ઉપર કાકા પાસેથી જોરજબરીથી અંગૂઠાની નિશાની કરાવી લીધી હતી. તેના સબૂત તરીકે અનીતા પાસે એક વીડિયો અને કેટલીક તસવીરો છે. હાલ અનીતાએ કાકાકના પરિવાર જનો પાસે પોતાના હકની માંગણી કરી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
