Pics : અનીતાએ જણાવ્યું ‘મારે મારો હક જોઇએ’
મુંબઈ, 28 નવેમ્બર : બૉલીવુડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાના અવસાન બાદ હજી સુધી રાજેશ ખન્ના ચર્ચામાં છે અને તેનું કારણ છે રાજેશ ખન્નાના લિવ ઇન પાર્ટનર અનીતા અડવાણી. અનીતાએ કાકાના અવસાન બાદથી જ કાકાની મિલ્કત અને પોતાના હકની લડાઈ શરૂ કરી દીધી. સૌપ્રથમ તો અનીતાએ જણાવ્યું કે તેમને આશીર્વાદ બંગલામાંથી પરાણે હાંકી કઢાયાં. પછી તેમણે એમ પણ જણાવ્યું કે અક્ષય કુમારે તેમને કાકાની અંતિમ યાત્રામાં શામેલ થવા ન દીધાં.
અનીતાએ તાજેતરમાં જ ફરી એક વાર રાજેશના પરિવારના સભ્યો તેમના પત્ની ડિમ્પલ કાપડિયા, પુત્રી ટ્વિંકલ અને રિંકલ ખન્ના વિરુદ્ધ કેસ કર્યો છે. કોર્ટે તેમની અરજી બાદ ટ્વિંકલના પતિ અને બૉલીવુડ અભિનેતા અક્ષય કુમારને પણ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે. કહેવાય છે કે 4થી ડિસેમ્બરના રોજ અક્ષય કુમારે સમગ્ર ખન્ના પરિવાર સાથે કોર્ટમાં હાજર રહેવું પડશે.
અનીતાએ કેસ અંગે એક નિવેદનમાં લખાવ્યું છે કે જ્યારે તેઓ માત્ર 13 વર્ષના હતાં, ત્યારે પહેલી વાર રાજેશ ખન્નાને મળ્યા હતાં. તે વખતે રાજેશ ખન્નાએ તેમને ભેંટી કિસ કરી હતી. પછી રાજેશ ખન્નાએ યુવાવસ્થામાં યૌન શોષણ પણ કર્યું. કોઈને કાકા સાથેના અનીતાના સંબંધોની જાણ ન થાય અને તેમની બદનામી ન થાય, તે ડરથી જ અનીતા જયપુર અભ્યાસાર્થે જતા રહ્યા હતાં.
બાદમાં જ્યારે અનીતા પરત ફર્યાં અને તેમણે કાકા સાથે આ અંગે વાત કરી, તો કાકાએ તેમને પોતાની સાથે લિવ ઇનમાં રહેવાની ઑફર કરી. અનીતાએ આ ઑફર સ્વીકારી લીધી. અનીતાનું એમ પણ કહેવું છે કે કાકા તેમની સાથે લગ્ન કરવા માંગતા હતાં, પરંતુ ડિમ્પલ કાપડિયા સાથે છુટાછેડા ન મળતાં તેઓ લગ્ન ન કરી શક્યાં. જોકે અનીતા કાકા માટે કરવા ચોથ વ્રતથી માંડી દરેક ધર્માચરણ કરતા હતાં, જે એક પત્ની પોતાના પતિ માટે કરે છે.
સાથે જ અનીતાએ એમ પણ જણાવ્યું છે કે કાકાના પત્ની ડિમ્પલે પોતાની પોત્રીઓ સાથે મળી કાનૂની દસ્તાવેજો ઉપર કાકા પાસેથી જોરજબરીથી અંગૂઠાની નિશાની કરાવી લીધી હતી. તેના સબૂત તરીકે અનીતા પાસે એક વીડિયો અને કેટલીક તસવીરો છે. હાલ અનીતાએ કાકાકના પરિવાર જનો પાસે પોતાના હકની માંગણી કરી છે.
આવો જોઇએ રાજેશ ખન્નાની અંતિમ યાત્રાની તસવીરો.

રાજેશ ખન્નાની અંતિમ યાત્રા
18મી જુલાઈ, 2012ના રોજ રાજેશ ખન્નાનું નિધન થયું. તેમની ઉંમર 69 વર્ષની હતી.

રાજેશ ખન્નાની અંતિમ યાત્રા
રાજેશ ખન્નાની અંતિમ યાત્રામાં મુંબઈમાં લોકોનો સેલાબ ઉમટી પડ્યો હતો.

રાજેશ ખન્નાની અંતિમ યાત્રા
રાજેશ ખન્નાની અંતિમ યાત્રામાં જમાઈ અક્ષય કુમાર અને નાતી આરવ.

રાજેશ ખન્નાની અંતિમ યાત્રા
રાજેશ ખન્નાના બેસણામાં લોકોને આવકારતાં અક્ષય કુમાર.

રાજેશ ખન્નાની અંતિમ યાત્રા
રાજેશ ખન્નાના બેસણાં દરમિયાન દુઃખી દેખાતાં અક્ષય કુમાર.

રાજેશ ખન્નાની અંતિમ યાત્રા
રાજેશ ખન્નાના બેસણાં હાજર રહેલાં પુત્રી રિંકી ખન્ના.

રાજેશ ખન્નાની અંતિમ યાત્રા
રાજેશ ખન્નાના બેસણાંમાં ઉપસ્થિત પુત્રી ટ્વિંકલ ખન્ના.

રાજેશ ખન્નાની અંતિમ યાત્રા
રાજેશ ખન્નાના બેસણાંમાં પહોંચ્યા અંજૂ મહેન્દ્રૂ.

રાજેશ ખન્નાની અંતિમ યાત્રા
રાજેશ ખન્નાના બેસણાંમાં તેમનો આખો પરિવાર.












Click it and Unblock the Notifications
