અંકિતા લોખંડેએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યુ - મને ખબર છે સુશાંત સિંહ રાજપૂતનુ મોત કેવી રીતે અને કેમ થયુ
Ankita Lokhande On Sushant Singh Rajput Death: સુશાંત ડિપ્રેશનથી પીડિત હતો? શું તે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સાથેના બ્રેકઅપથી નારાજ હતો? શું તેની હત્યા બીજા કોઈ દ્વારા કરવામાં આવી હતી? શું તેના મૃત્યુને ડ્રગ્સ સાથે કોઈ સંબંધ હતો? એવા ઘણા પ્રશ્નો છે જે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના ત્રણ વર્ષ પછી પણ તેના ચાહકોના મનમાં છે.
અભિનેતાના મૃત્યુના આટલા વર્ષો પછી પણ, તેમના મૃત્યુનું ચોક્કસ કારણ કોઈ જાણતું નથી પરંતુ બિગ બૉસ 17માં અંકિતા લોખંડેએ સ્વીકાર્યું હતું કે તે જાણે છે કે આખરે તેનું મૃત્યુ કેમ થયું. જ્યારે મુનવ્વરે તેને પૂછ્યું, "શું તને બરાબર ખબર છે કે શું ખોટું થયું છે?" તો અંકિતાએ કહ્યું, "હું અત્યારે આ વિશે વાત કરવા માંગતી નથી. હું આ બિલકુલ કહેવા માંગતી નથી."

વાતચીત ત્યારે શરૂ થઈ જ્યારે અંકિતા તેની ફિલ્મ એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીનું કૌન તુઝે ગીત ગાતી હતી. ત્યારબાદ મુનવ્વરે ખુલાસો કર્યો હતો કે તે ફિલ્મના સ્ક્રીનિંગ સમયે સુશાંતને મળ્યો હતો. અંકિતા ભાવુક થઈ ગઈ અને કહ્યું, "તે ખૂબ જ સરસ વ્યક્તિ હતો". તેણે ઉમેર્યું કે તેને ભૂતકાળમાં તેના વિશે વાત કરવાનું પસંદ નહોતુ.
તેણે એ પણ ખુલાસો કર્યો કે તેણે એના અંતિમ સંસ્કારમાં શા માટે હાજરી આપી ન હતી અને કહ્યું, તેના અંતિમ સંસ્કારમાં પણ સામેલ ના થઈ. હું જઈ જ ના શકી. મને લાગ્યુ કે હું એને આ રીતે નહિ જોઈ શકુ. એ વિકી જ હતો જેણે મને જવા માટે કહ્યુ હતુ, પરંતુ મે ના પાડી દીધી.
તેણે અંતમાં કહ્યું, "મેં મારા જીવનમાં ક્યારેય આનો અનુભવ કર્યો ન હતો. મેં મારા પિતાને આ રીતે પહેલીવાર જોયા હતા અને ત્યારે જ મને એક વ્યક્તિને ગુમાવવાની ખોટનો અહેસાસ થયો હતો." તમને જણાવી દઈએ કે, અંકિતાના પિતા શશિકાંત લોખંડેનું આ વર્ષની શરૂઆતમાં 68 વર્ષની વયે અવસાન થયું હતું.
#AnkitaLokhande talks abt SSR, what a great man he was, his funeral, how it’s difficult talking abt him in past tense n breaks down remembering him n her dad ❤️#BB17 #BiggBoss17 pic.twitter.com/MWUshVXPG0
— Rachit (@rachitmehra_2) November 20, 2023












Click it and Unblock the Notifications
