વધુ એક એક્ટરનું શંકાસ્પદ મોત, આદિત્ય સિંહ રાજપૂતની બાથરૂમમાંથી લાશ મળી
બોલિવૂડ અને ટીવીની દુનિયામાં છેલ્લા કેટલાક સમયથી શંકાસ્પદ મોતનો સિલસિલો જોવા મળી રહ્યો છે. હવે વધુ એક એક્ટરનું શંકાસ્પદ મોત થયુ છે
સમાચારો અનુસાર, અભિનેતા મૉડલ અને કાસ્ટિંગ ડિરેક્ટર આદિત્ય સિંહ રાજપૂતની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે. એક્ટર મુંબઈના અંધેરીમાં ઘરના બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા.

અહેવાલો અનુસાર, સોમવારે બપોરે આદિત્ય સિંહને તેમના મિત્રએ બિલ્ડિંગના 11મા માળે ઘરમાં બેભાન અવસ્થામાં જોયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા. અહીં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સૂત્રો અનુસાર, આદિત્ય સિંહનું મોત ડ્રગ્સના ઓવરડોઝને કારણે થયુ હોઈ શકે છે.
આદિત્ય સિંહ રાજપૂતે પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. તે કેટલાક ટીવી શો અને ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે. તેમણે પોતાની બ્રાન્ડ પોપ કલ્ચર શરૂ કરી અને કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા.
આ ઘટનાને લઈને મુંબઈ પોલીસે જણાવ્યુ કે, અભિનેતા આદિત્ય સિંહ રાજપૂત અંધેરીમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને તપાસ કરાઈ રહી છે. પોલીસ અનુસાર, તે આગલી રાત્રે મિત્રો સાથે હતા.
દિલ્હી સ્થિત આદિત્ય સિંહ રાજપૂત ક્રાંતિવીર અને મૈંને ગાંધી કો નહીં મારા જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. આ સિવાય તે 300 થી વધુ જાહેરાતોમાં પણ જોવા મળ્યા છે. આદિત્ય સિંહ ટીવી રિયાલિટી શો સ્પ્લિટ્સવિલામાં પણ જોવા મળ્યા હતા.












Click it and Unblock the Notifications
