Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બેદરકાર અંતરા માલી પર ફિટકાર વરસાવતાં સલમાન

મુંબઈ, 18 જાન્યુઆરી : જાણીતા બૉલીવુડ ફોટોગ્રાફર જગદીશ માલીનુ દયાજનક હાલતમાં મળવું અને તેમના પુત્રી અભિનેત્રી અંતરા માલી દ્વારા પિતા પ્રત્યે શુષ્ક વલણ દાખવવું કદાચ સલમાન ખાનના અંતરમાં રોષ ભરી ગયું. તેમણે એક ટેલીવિઝન ચૅનલ સાથે વાતચીત કરતાં જણાવ્યું કે જગદીશ માલી કે જેમની હાલત ખૂબ જ દયાજનક છે. તેઓ ગાંડાની જેમ રોડ પર ફરી રહ્યાં અને તેમના પુત્રી અંતરા કહેતા ફરે છે કે તેમના પિતા ઠીક છે. તેમને કોઈની મદદની જરૂર નથી, તો પછી મદદની જરૂર કોને છે? જો જગદીશ માલી ઠીક હોય, તો તેઓ આ હાલતમાં રોડ ઉપર કેમ મળ્યાં? તેમની મદદ માટે અમે હંમેશા તૈયાર છીએ. અંતરાના કહેવાથી કંઈ નથી થતું.

નોંધનીય છે કે રેખા અને અમિતાભ બચ્ચનને ગ્લૅમરસ તથા સુંદર અંદાજમાં રજુ કરનાર જાણીતા ફોટોગ્રાફર જગદીશ માલી દયાજનક તથા ચિંતાજનક હાલતમાં મુંબઈના પાલી હિલ ખાતે મળ્યા હતાં. તેમને એવી હાલતમાં પહેલી વાર અભિનેત્રી મિંક બ્રારે જોયાં કે જેઓ ગરીબોને ધાબળા વહેંચી રહ્યા હતાં. તેમણે પહેલા અંતરાને ફોન કર્યો, પરંતુ અંતરાએ જણાવ્યું કે તેઓ પોતાના નવજાત શિશુને છોડીને આવી ન શકે. ત્યારે મિંકે સલમાનને એસએમએસ કર્યું. એસએમએસ વાંચતા જ સલમાને તરત ગાડીની વ્યવસ્થા કરી અને જગદીશ માલીને પોતાને ઘેર તેડાવ્યાં. સલમાને જગદીશ માલીને ભરપેટ ભોજન કરાવ્યું અને પહેરવા માટે કપડા આપ્યાં.

સલમાન ખાને જણાવ્યું - મને નથી ખબર કે મિંકે મને જ મૅસેજ કેમ કર્યો? પરંતુ એસએમએસ મળ્યા બાદ મને જે યોગ્ય લાગ્યું, મેં કર્યું. જગદીશ માલી બહુ મોટા ફોટોગ્રાફર છે. એક સમય હતો કે જ્યારે અમે તેમના કૅમેરે કેદ થવા તલસતા હતાં. જો આજે તેઓ આ હાલતમાં છે, તો આપણે સૌએ તેમની મદદ કરવી જોઇએ. બીજી બાજુ અંતરા માલીએ એક ટેલીવિઝન ચૅનલને જણાવ્યું છે કે તેમના પિતા પૂર્ણત્વે ઠીક છે. તેમને કોઈની દયા કે મદદની જરૂર નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X