#MeTooના આરોપો પર અનુ મલિકે તોડ્યુ મૌન, ખુલ્લો પત્ર લખી કહી આ વાત
બોલિવુડના જાણીતા મ્યૂઝિક ડાયરેક્ટર અને ઈન્ડિયન આઈડલ-11ના જજ અનુ મલિકે પોતાના ઉપર લાગેલા મીટુના આરોપો પર પહેલી વાર મૌન તોડીને નિવેદન આપ્યુ છે.
બોલિવુડના જાણીતા મ્યૂઝિક ડાયરેક્ટર અને ઈન્ડિયન આઈડલ-11ના જજ અનુ મલિકે પોતાના ઉપર લાગેલા મીટુના આરોપો પર પહેલી વાર મૌન તોડીને નિવેદન આપ્યુ છે. અનુ મલિકે પોતાના પર લાગેલા મીટુના આરોપ વિશે પોતાના ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર એક ખુલ્લો પત્ર પોસ્ટ કરીને કહ્યુ છે કેઆ ઉંમરમાં તેના ઉપર આવા આરોપ લગાવીને તેની છબી ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. અનુ મલિકે કહ્યુ કે આ બહુ શરમજનક છે કે આ ઉંમરમાં અને જિંદગીના આ પડાવમાં મને મારા નામ સાથે આટલા ગંદા શબ્દો અને આવી ઘટનાઓને જોડીને જોવી પડી રહી છે.

‘હું અત્યાર સુધી ચૂપ રહ્યો કારણકે...'
અનુ મલિકે પોસ્ટ કરેલા પોતાના પત્રમાં લખ્યુ કે, ‘આ વાતને એક વર્ષ થઈ ગયુ છે અને મારા ઉપર એક એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, જે મે કર્યો જ નથી. હું આના પર અત્યાર સુધી ચૂપ રહ્યો કારણકે હું સત્ય આપોઆપ બહાર આવવાની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ, મને લાગે છે કે આ કેસમાં મારા મૌનને મારી નબળાઈ તરીકે જોવામાં આવી રહ્યુ છે, જે ખોટુ છે. જ્યારથી મારા પર ખોટા અને પાયાવિહોણા આરોપ લાગ્યા છે તેનાથી મારી છબી ખરાબ થઈ છે એટલુ જ નહિ પરંતુ મારે અને મારા પરિવારે માનસિક રીતે મુશ્કેલીઓ ઝેલવી પડી છે. આ આરોપોથી અમે શોકમાં છીએ અને મારા કરિયરને પણ ઝટકો લાગ્યો છે. હું બહુ નિઃસહાય અને ઘૂટન અનુભવી રહ્યો છુ.'

‘બે દીકરીઓનો બાપ છુ, આ બધુ વિચારી પણ ન શકુ'
પોતાના પત્રમાં અનુ મલિકે આગળ કહ્યુ, ‘આ બહુ શરમજનક છે કે આ ઉંમરમાં અને જિંદગીના આ પડાવમાં મારા પોતાના નામસાથે આટલા ગંદા શબ્દ અને આવી ઘટનાઓને જોડીને જોવી પડી રહી છે. આ બધુ પહેલા કેમ બોલવામાં ન આવ્યુ? આ આરોપ એ વખતે જ ફરીથી કેમ લાગવાના શરૂ થઈ જાય છે, જ્યારે હું ટીવી પર પાછો આવી જઉ છુ, જે હાલમાં મારી રોજીરોટીનો એકમાત્ર વિકલ્પ છે? બે દીકરીઓના બાપ હોવાના નાતે, હું એ બધુ કરવાનુ વિચારી પણ નથી શકતો, જેને લઈને મારા પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે.'

ટીવી પર પાછા આવ્યા બાદથી જ સવાલોમાં ઘેરાયેલા છે અનુ મલિક
તમને જણાવી દઈએ કે સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ-11માં જજ તરીકે ટીવી પર પાછા આવ્યા બાદથી જ અનુ મલિક સવાલોથી ઘેરાયેલા છે. થોડા દિવસો પહેલા સિંગર સોના મહાપાત્રા અને નેહા ભસીને સિંગિંગ રિયાલિટી શોમાં તેમના કમબેક માટે પોતાનો વાંધો દર્શાવ્યો હતો. સોના મહાપાત્રાએ જ્યાં ઈન્ડિયન આઈડલ શોના નિર્માતાઓને ઘેરીને અનુ મલિકને જજ તરીકેપાછા લેવાના વિરોધમાં એક ખુલ્લો પત્ર લખ્યો, તો વળી, નેહા ભસીને ટ્વિટ કરીને સોના મહાપાત્રાની વાતનુ સમર્થન કર્યુ.
અહીં વાંચો અનુ મલિકનો આખો પત્ર
— Anu Malik (@The_AnuMalik) 14 November 2019 |
બચાવમાં ઉતરી સિંગર હેમા સરદેસાઈ
ત્યારબાદ સિંગર હેમા સરદેસાઈ અનુ મલિકના બચાવમાં ઉતરી પરંતુ સોના મહાપાત્રાએ તેની સામે પણ ખુલ્લો પત્ર લખ્યો. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગયા વર્ષે જ સોના મહાપાત્રા અને અનુ મલિક સાથે કામ કરી ચૂકેલ અન્ય મહિલાઓના આરોપોના કારણ તેને ઈન્ડિયન આઈડલમાંથી બહાર કરી દેવામાં આવી હતી.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
