અનુ મલિક ઈન્ડિયન આઈડલમાંથી નીકળી ગયા કે કાઢવામાં આવ્યા?
‘તુ મુંબઈ આ રહા હે, તુ મુંબઈ આ રહા હે.' સોની ટીવી પર ઈન્ડિયન આઈડલના જજ અનુ મલિકની આ લાઈન હવે તમે નહિ સાંભળી શકો.
'તુ મુંબઈ આ રહા હે, તુ મુંબઈ આ રહા હે.' સોની ટીવી પર ઈન્ડિયન આઈડલના જજ અનુ મલિકની આ લાઈન હવે તમે નહિ સાંભળી શકો. અનુ મલિક હવે ઈન્ડિયન આઈડલના જજ તરીકે જોવા નહિ મળે. #MeToo અભિયાનમાં અનુ મલિક પર સિંગર તરીકે સોના મહાપાત્રા અને શ્વેતા પંડિતે યૌન શોષણના આરોપ લગાવ્યા છે. આ આરોપો બાદ સોની ટીવીએ એક નિવેદન જારી કરીને અનુ મલિકને ઈન્ડિયન આઈડલના જ્યૂરી પેનલમાંથી હટાવી દીધા છે.

અનુ મલિક હવે ઈન્ડિયન આઈડલ જ્યૂરી પેનલમાં નથી
સોની ટીવીના નિવેદન મુજબ, ‘અનુ મલિક હવે ઈન્ડિયન આઈડલ જ્યૂરી પેનલમાં નથી. શો પહેલાની જેમ ચાલતો રહેશે. અમે શો માં ભારતીય સંગીતના ઘણા મોટા નામોને મહેમાન તરીકે બોલાવીશુ. આ લોકો વિશાલ અને નેહા સાથે મળીને ઈન્ડિયન આઈડલ-10 ના પ્રતિભાશાળી પ્રતિયોગીઓને જજ કરશે.' સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ અનુ મલિકે એક નિવેદનમાં કહ્યુ, ‘મે ઈન્ડિયન આઈડલમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે કારણકે હું મારા કામમાં ધ્યાન નહોતો આપી શકતો. ચેનલ મારી આ વાતથી સંમત છે.' અનુ મલિક ઈન્ડિયન આઈડલ શો સાથે સતત 2004 થી જોડાયેલા હતા.

શું છે સમગ્ર મામલો?
#MeToo એટલે કે મહિલાઓનું પોતાની સાથે થયેલ યૌન શોષણની કહાની શેર કરવાનું અભિયાન. આ અભિયાન હેઠળ સિંગર શ્વેતા પંડિતે પોતાના અનુભવ ટ્વિટર પર પોસ્ટ કર્યા હતા. શ્વેતાએ લખ્યુ હતુ, ‘વર્ષ 2000 માં મોહબ્બતેં ફિલ્મ સાથે મારા કેરિયરની શરૂઆત થઈ. હું નવે સારા ગીતોની શોધમાં હતી જેથી સફળતા જાળવી શકુ. મને તે સમયે અનુ મલિકના મેનેજર તરફથી ફોન આવ્યો. 2001 માં મને અંધેરીના એમ્પાયર સ્ટુડિયોમાં બોલાવવામાં આવી. કોઈ પણ બીજા સિંગરની જેમ હું જોશથી ભરેલી હતી. એક કેબિનમાં માત્ર હું અને અનુ મલિક હતા. અનુએ સંગીત વિના મને ગાવાનું કહ્યુ. ગીત સાંભળીને અનુએ કહ્યુ- હું તને શાન અને સુનિધિ સાથે એક ગીત આપીશ પરંતુ પહેલા મને કિસ કર. આ કહીને અનુ હસી રહ્યા હતા. મારી યાદમાં આ સૌથી ખરાબ હાસ્ય હતુ. હું ત્યારે માત્ર 15 વર્ષની હતી. સ્કૂલે જતી હતી. કોઈ કલ્પના ના કરી શકે કે તે કેવી પળ હતી?'

સોના મહાપાત્રાએ પણ ગંભીર આરોપ લગાવ્યા
સોના મહાપાત્રાએ પણ અનુ મલિક પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સોનાએ લખ્યુ હતુ, ‘જે પણ છોકરીઓ પોતાના અનુભવ શેર કરી રહી છે તે એકલી નથી. આ ઈન્ડસ્ટ્રીમાં બીજા પણ અનુ મલિક છે. હું 18 કલાક કામ કરુ છુ. એટલે આવા દરેક વ્યક્તિ વિશે ટ્વિટ નથી કરી શકતી.' યૌન શોષણના આરોપો પર અનુ મલિકના વકીલોની તરફથી સ્પષ્ટતા આપવામાં આવી. વકીલોના નિવેદન મુજબ, ‘અનુ મલિક પર લગાવવામાં આવેલ આરોપો ખોટા અને પાયાવિહોણા છે. અનુ મલિક મી ટુ અભિયાનનું સમ્માન કરે છે પરંતુ આ અભિયાનનો ઉપયોગ કોઈના ચરિત્ર હનન માટે કરવો અયોગ્ય છે.'
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
