અનુરાગની ઇચ્છા - આમિર કરે બર્ફીનું ઑસ્કાર કેમ્પેન
મુંબઈ, 29 સપ્ટેમ્બર : બર્ફી ઑસ્કારમાં મોકલાવાતાં સમગ્ર દેશમાં હલચલ જેવી મચી ગઈ છે. દરેકે વ્યક્તિ આ જ મુદ્દે ચર્ચા કરી રહ છે કે આખરે બર્ફી જ કેમ ઑસ્કાર માટે મોકલવામાં આવી છે.

ઑસ્કાર જેવી કઈ વાત છે આ ફિલ્મમાં? અહીં સુી કી લોકો તેને કૉપી કહેવામાં પણ પાછા નથી પડી રહ્યાં, પરંતુ હવે પોતે ફિલ્મના દિગ્દર્શક અનુરાગ બાસુએ આગળ આવી લોકોને એ વાતનો ભરોસો આપ્યો છે કે તેમની આ બર્ફી બિલ્કુલ ફ્રેશ છે, વાસી નથી.
સાથે જ અનુરાગ બાસુ હવે પોતાની બર્ફીને મિસ્ટર પરફેક્શનિસ્ટના પરફેક્ટ હાથોનો પણ ટચ આપવા માંગે છે અને તેથી જ તેઓ ઇચ્છે છે કે હવે તેમની બર્ફીને આમિર ખાન પ્રમોટ કરે. જોકે તેમણે સ્પષ્ટ રીતે આ વાત જાહેર નથી કરી. તેમણે માત્ર એટલું જ કહ્યું છે કે જે રીતે આમિર પોતાની ફિલ્મો માટે ઑસ્કાર કેમ્પેન કરે છે, તેવી જ રીતે હું પણ તેમને અનુસરવા માંગુ છું.
નોંધનીય છે કે આ અગાઉ આમિર ખાને પોતાની ફિલ્મ પીપલી લાઇવ એવી રીતે પ્રમોટ કરી હતી કે વગર કોઈ મોટા હીરોએ આ ફિલ્મને માત્ર આમિરના નામને કારણે જ ઑસ્કાર માટે મોકલી દેવાઈ હતી. એ વાત જુદી છે કે તે પ્રથમ જ રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. કહેવામાં તો એમ પણ આવી રહ્યું છે કે ફિલ્મોનું પ્રમોશન શાહરુખ કરતાં વધુ સારી રીતે કોઈ ન કરી શકે, પરંતુ આમિર પણ ફિલ્મોના પ્રમોશનમાં પાછળ છે એમ ન કહી શકાય,
હાલ તો આમિરે અનુરાગની આ ઇચ્છા અંગે કોઈ પણ જાતની ટિપ્પણી નથી કરી, પણ જોઇએ શું થાય છે? શક્ય છે કે ટુંકમાં જ આમિર પોતાની હા કે ના સાથે સામે આવશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
