ગ્લેમરસ, પ્રોફેશનલ, હોટ! અનુષ્કાના ફોટોશૂટ પર વિરાટ પણ ફિદા!

Written By:
Subscribe to Oneindia News

અનુષ્કા શર્મા બોલિવૂડની હોટ અને ટેલેન્ટેડ એક્ટ્રેસિસમાંની એક છે. તે ફિલ્મોમાં માત્ર ગ્લેમર એડ કરવા પૂરતા રોલ ક્યારેય એક્સેપ્ટ નથી કરતી. તેની આ જ વાત તેને સૌથી ખાસ બનાવે છે. તે અત્યાર સુધીમાં બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચૂકી છે અને સાથે જ તેનું પોતાનું એક પ્રોડક્શન હાઉસ પણ છે, જેમાં તે નાના બજેટની પરંતુ અર્થસભર ફિલ્મો બનાવે છે. અનુષ્કા શર્મા હાલ તેના લેટેસ્ટ ફોટોશૂટ માટે ચર્ચામાં છે, જેમાં તેનો લૂક તેની રિયલ લાઇફ પર્સનાલિટીને બિલકુલ સૂટ થાય છે. તેની તસવીરો જોઇને વિરાટ કોહલી પણ અનુષ્કા પર ફિદા થઇ ગયા હશે.

પ્રોફેશનલ લૂક

પ્રોફેશનલ લૂક

અનુષ્કા શર્માનો આ હોટ અને પ્રોફેશનલ લૂક તેના ફેન્સને ક્રેઝી કરવા માટે પૂરતો છે. તેનું આ ફોટોશૂટ આગળના ફોટોશૂટ કરતાં ખાસું અલગ છે. આમાં અનુષ્કા શર્મા ઓફિસ અટાયરમાં જોવા મળે છે, જેમાં તેણે સાથે ક્રોપ ટોપ મેચ કર્યું છે. જીક્યૂ ઇન્ડિયા મેગેઝિન માટે અનુષ્કાએ આ ફોટોશૂટ કરાવ્યું હતું.

અનુષ્કા અને દીપિકા

અનુષ્કા અને દીપિકા

અનુષ્કા શર્માની આગામી ફિલ્મ છે, દ્વાર્ફ. શાહરૂખ ખાન અને આનંદ એલ. રાયની આ ફિલ્મમાં અનુષ્કા સાથે કેટરિના કૈફ પણ છે અને તાજેતરના સમાચાર મુજબ દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મમાં જોવા મળનાર છે. દીપિકાને કેટરિના અને અનુષ્કા બંને સાથે કોલ્ડ વોર ચાલી રહી હોવાના સમાચાર છે. એવામાં શાહરૂખ ખાન સેટ પર આ ત્રણેય એક્ટ્રેસિસને કઇ રીતે સંભાળશે એ જોવું રહ્યું.

આગામી ફિલ્મો

આગામી ફિલ્મો

આ સિવાય અનુષ્કા પોતાના જ પ્રોડક્શનની આગામી ફિલ્મ 'પરી'માં જોવા મળશે, જે એક થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મના પોસ્ટર્સે લોકોમાં ભારે ઉત્સુકતા ઊભી કરી હતી. સાથે તેણે યશરાજ બેનરની ફિલ્મ 'સૂઇ ધાગા' પણ સાઇન કરી છે. જેમાં તેની સાથે વરુણ ધવન જોવા મળશે.

ક્લોથિંગ લાઇન

ક્લોથિંગ લાઇન

મોડલ, એક્ટર અને પ્રોડ્યૂસર બાદ હવે અનુષ્કાના વેન્ચર્સમાં વધુ એક વસ્તુ ઉમેરાઇ છે. અનુષ્કા શર્માએ થોડા સમય પહેલાં જ પોતાની ક્લોથિંગ લાઇન પણ શરૂ કરી છે. તેની ક્લોથિંગ લાઇનનું નામ છે, Nush. આ ફોટોશૂટ માટે અનુષ્કાએ ભલે ગમે એટલો સોફેસ્ટિકેટેડ લૂક અપનાવ્યો હોય, પરંતુ રિયલ લાઇફમાં બધા હંમેશા આવા નથી હોતા.

અનુષ્કા પોતાની ક્લોથિંગ લાઇન Nush વિશે

અનુષ્કા પોતાની ક્લોથિંગ લાઇન Nush વિશે

રિયલ લાઇફમાં અનુષ્કાને કેઝ્યૂઅલ, સ્ટાયલિશ અને કમ્ફર્ટેબલ કપડા પસંદ છે. આજે ઘણા સેલેબ્રિટિઝની પોતાની ક્લોથિંગ લાઇન છે અને એમાં હવે અનુષ્કાનું નામ પણ ઉમેરાઇ ગયું છે. તેણે પોતાની ક્લોથિંગ લાઇન લોન્ચ સમયે કહ્યું હતું કે, આ ક્લોથિંગ લાઇન મારા એસ્થેટિક્સ અને સેન્સ ઓફ સ્ટાયલનું રિફ્લેક્શન છે.

English summary
Anushka Sharma's Hot-shot Cover Shoot For GQ India's Special Edition. Check out all photographs here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.