આખરે દર્શકો વચ્ચે આવશે "ડરાવની પરી", જાણો શુ ખાસ હશે

Posted By:
Subscribe to Oneindia News

ભાગ્યે જ કોઈ ફિલ્મ પ્રેમી હશે જેને હોરર ફિલ્મ પસંદ નહીં હોય. દરેક લોકો સારી હોરર ફિલ્મ જોવા માંગે છે. પરંતુ બોલિવૂડમાં સારી હોરર ફિલ્મ ખુબ જ ઓછી બને છે. લાંબા સમય સુધી રાહ જોયા પછી બોલિવૂડ ફેન્સ માટે એક સારી હોરર ફિલ્મ આવી રહી છે જે તેમને જરર પસંદ આવશે.

અનુષ્કા શર્માની આવનારી ફિલ્મ પરીનું ટીઝર, ટ્રેલર અને પોસ્ટર પણ લોકોને ખુબ જ પસંદ આવ્યું છે. લોકો આતુરતાપૂર્વક આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની ખાસ બાબત છે કે અનુષ્કા શર્મા તેની ફિલ્મ પરીનું પ્રોમોશન ખાલી ડિજિટલ મીડિયા પર જ કરી રહી છે.

ફિલ્મમાં અનુષ્કા શર્માની હાજરી જ ફિલ્મ સારી હોવાનું પ્રમાણ છે. અનુષ્કા શર્માના ટ્રેક રેકોર્ડને જોઈને ફિલ્મ સારી હશે એટલું તો ચોક્કસ કહી શકાય. ફિલ્મ હોળી પર રિલીઝ થઇ રહી છે. લાંબી રજા હોવાને કારણે ફિલ્મને ઘણો ફાયદો પણ થશે. નીચે એક નજર કરો કે કેમ અનુષ્કા શર્માની ફિલ્મ પરી ખાસ ફિલ્મ છે.

અનુષ્કા શર્મા નો અંદાઝ

અનુષ્કા શર્મા નો અંદાઝ

આ ફિલ્મમાં અનુષ્કા શર્મા એક અલગ અંદાઝમાં દેખાઈ રહી છે. ફિલ્મના ટ્રેલર અને પોસ્ટરને જોઈને એક વાત પાક્કી છે કે અનુષ્કા શર્મા ખતરનાક અંદાઝમાં જોવા મળશે જે ક્યારેય પણ જોવા નથી મળ્યો.

શાનદાર હોરર ફિલ્મ

શાનદાર હોરર ફિલ્મ

લાંબા સમય પછી કોઈ આવી હોરર ફિલ્મ આવી છે જેના જોવા માટે દર્શકો આતુર છે. આ ફિલ્મની સ્ટોરી પણ ખુબ જ મજબૂત દેખાઈ રહી છે.

ટ્રેલર અને પોસ્ટર શાનદાર

ટ્રેલર અને પોસ્ટર શાનદાર

ફિલ્મના હજુ સુધી જેટલા પણ પોસ્ટર અને સ્ક્રીમર્સ આવ્યા છે તે બધા જ શાનદાર છે. તેમને જોઈને તો એવું જ લાગે છે કે ફિલ્મ તમને નિરાશ નહીં કરે.

અનુષ્કા શર્માની પહેલી હોરર ફિલ્મ

અનુષ્કા શર્માની પહેલી હોરર ફિલ્મ

અનુષ્કા શર્મા આમ ઘણા દમદાર રોલ કરી ચુકી છે પરંતુ અનુષ્કા શર્મા ની આ પહેલી હોરર ફિલ્મ છે. અનુષ્કા શર્મા ખુબ જ સમજી વિચારીને ફિલ્મ કરે છે. એટલા માટે દર્શકોને આશા છે કે તેની હોરર ફિલ્મ પણ જોવા લાયક હશે.

દમદાર સ્ટારકાસ્ટ

દમદાર સ્ટારકાસ્ટ

ફિલ્મમાં ઘણા એવા ચેહેરા છે જેને તમે પહેલીવાર જોશો. જેમકે પરમબ્રત ચેટર્જી, રીટાબરી ચક્રબર્તી જેવા સ્ટાર તમને આ ફિલ્મમાં અનુષ્કા શર્મા સાથે જોવા મળશે.

ટ્વિસ્ટ

ટ્વિસ્ટ

ફિલ્મના પોસ્ટર અને સ્ક્રીમર્સ ને જોઇને તો એવું ચોક્કસ લાગે છે કે ફિલ્મમાં દમદાર ટ્વિસ્ટ અને ટર્ન્સ હશે.

મ્યુઝિકનો મોટો રોલ

મ્યુઝિકનો મોટો રોલ

ફિલ્મમાં મ્યુઝિક પણ ઘણો અગત્યનો ભાગ છે કારણકે હોરર ફિલ્મમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મને ઘણા ઉપર સુધી લઇ જઈ શકે છે.

સસ્પન્સ અંકબંધ

સસ્પન્સ અંકબંધ

આ ફિલ્મની ખાસ બાબત છે કે અનુષ્કા શર્મા એ ફિલ્મનું પ્રોમોશન નહીં કરવાનો નિર્ણય લીધો. જેના કારણે કોઈને પણ હજુ સુધી ફિલ્મના સસ્પન્સ વિશે કોઈ જ માહિતી નથી.

English summary
Anushka sharma upcoming movie pari why it can be must watch horror movie.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.