ઝૂલન ગોસ્વામીની બાયોપિકમાં અનુષ્કા જોવા મળશે, આ દિવસે ફ્લોર પર જશે ફિલ્મ

ઝૂલન ગોસ્વામીની બાયોપિકમાં અનુષ્કા જોવા મળશે, આ દિવસે ફ્લોર પર જશે ફિલ્મ

બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલ ફિલ્મોથી બ્રેક લઈ અંગત જિંદગીનો આનંદ લઈ રહી છે. તે પોતાના પતિ વિરાટ કોહલી અને દીકરી વામિકા સાથે સમય વિતાવી રહી છે અને પરિવારને સપોર્ટ કરે છે. જ્યારે ફેન્સ અનુષ્કા શર્માને ફરી એકવાર ફિલ્મોમાં જોવા માટે આતુર છે. અનુષ્કા શર્મા છેલ્લે વર્ષ 2018માં ફિલ્મ ઝીરોમાં શાહરુખ ખાનની અપોઝિટ જોવા મળી હતી.

પાછલા વર્ષે જ્યારે અનુષ્કા શર્મા પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન ઝૂલન ગોસ્વામીની બાયોપિકમાં લીડ રોલ નિભાવશે તેવા સમાચાર આવ્યા બાદ તેના ફેન્સ એક્સાઈટેડ થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર તેમના રોલની કેટલીક તસવીરો પણ સામે આવી હતી.

જુઓ તસવીર

જુઓ તસવીર

ઈડન ગાર્ડનમાં ઝૂલન દેવી ફિલ્મનું શૂટિંગ કરતાં અનુષ્કા શર્માની તસવીરો પણ જોવા મળી હતી જેમાં તે બ્લૂ જર્સીમાં જોવા મળી હતી. પરંતુ બાદમાં આ ફિલ્મનું કામ ઠપ્પ થઈ ગયું હતું. પરંતુ હવે બૉલીવુડ હંગામા રિપોર્ટ્સ મુજબ અનુષ્કા શર્માની આ ફિલ્મની સ્ક્રિપ્ટિંગનું કામ ચાલુ છે. અત્યારે ઝૂલન દેવી બાયોપિકની પટકથા પર કામ થઈ રહ્યું છે અને એકવાર સ્ક્રિપ્ટ પૂરી થઈ ગઈ તો બાદમાં આ ફિલ્મનું આગળનું કામ શરૂ કરી દેવાશે.

અનુષ્કાની ફિલ્મ ક્યારે ફ્લોર પર આવશે

અનુષ્કાની ફિલ્મ ક્યારે ફ્લોર પર આવશે

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું કે ફિલ્મની પટકથાનું કામ પૂરું થયા બાદ અનુષ્કા આ ફિલ્મની તૈયારી પર કામ કરશે. ઉમ્મીદ છે કે આ ફિલ્મ વર્ષના અંત સુધી અથવા 2022ની શરૂઆતમાં ફ્લોર પર જતી રહેશે.

ક્યારે રિલીઝ થશે ફિલ્મ

ક્યારે રિલીઝ થશે ફિલ્મ

અનુષ્કા શર્માની નવી ફિલ્મ સંભવતઃ ઝૂલન દેવી બાયોપિક જ હશે. પરંતુ અનુષ્કા શર્માએ હજી સુધી પોતાની આગામી ફિલ્મને લઈ ઓફિશિયલી કંઈપણ ઘોષણા કરી નથી.

કોણ છે ઝૂલન દેવી

કોણ છે ઝૂલન દેવી

ઝૂલન દેવી મહિલા ઈન્ડિયન ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન રહી ચૂકી છે જે પોતાની ઓલરાઉંડર રમત માટે ઓળખાય છે. તેમને વર્ષ 2007માં આઈસીસીનો ખિતાબ પણ મળી ચક્યો છે. આ ઉપરાંત તેઓને કેટલાય સન્માનથી પણ સમ્માનિત કરવામાં આવ્યાં છે.

અનુષ્કાએ એકેય ફિલ્મ સાઈન નથી કરી

અનુષ્કાએ એકેય ફિલ્મ સાઈન નથી કરી

લગ્ન બાદ અનુષ્કા શર્મા ગણતરીની ફિલ્મોમાં જ જોવા મળી છે. ઝીરો ફિલ્મ બાદ અનુષ્કા શર્માએ એકેય ફિલ્મ સાઈન કરી હોવાના અહેવાલ પણ નથી મળ્યા.

દીકરી વામિકાનો જન્મ

દીકરી વામિકાનો જન્મ

અનુષ્કા શર્માએ આ વર્ષે દીકરી વામિકાને જન્મ આપ્યો. અનુષ્કા પ્રોફેશનલ લાઈફની જેમ પર્સનલ લાઈફમાં પણ એકદમ પરફેક્ટ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X