સોશિયલ મીડિયા પર જોવા મળ્યા કરણ અને કાજોલના નવા ઇક્વેશન

Written By:
Subscribe to Oneindia News

બોક્સઓફિસ પર કરણ જોહરની 'એ દિલ હે મુશ્કિલ' અને અજય દેવગણની 'શિવાય'ની ટક્કર બાદથી કાજોલ અને કરણ જોહરના સંબંધોમાં તિરાડ પડી હોવાની વાતો વહેતી થઇ હતી, જે કરણ જોહરની બાયોગ્રાફી 'એન અનસુટેબલ બોય' બાદ સાચી ઠરી. કરણ જોહરે જાતે આ વાત સ્વીકારી હતી કે તે અને કાજોલ હવે વાત નથી કરતા. પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર બંન્નેના એકબીજા પ્રત્યેના વર્તને સૌને આશ્ચર્યમાં મુક્યા છે.

કાજોલનું નિવેદન

કાજોલનું નિવેદન

રિસન્ટલી 'VIP 2'ના પ્રમોશન દરમિયાન જ્યારે કાજોલને કરણ જોહર સાથે કામ કરવા અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતુ કે, 'જે વ્યક્તિ સાથે તમે વાત ન કરતા હો, તેની સાથે તમે કામ ન કરી શકો. તમે જેની સાથે કામ કરો છો, એની સાથે જો તમે કમ્ફર્ટેબલ નથી, તેની સાથે વાત કરવામાં સક્ષમ નથી તો કામ કઇ રીતે કરશો? કામ કરવા માટે કોમ્યુનિકેશન ખૂબ જરૂરી છે.' આ સાથે જ તેણે સ્પષ્ટ કરી દીધું હતું કે, તેની અને કરણ વચ્ચેના અબોલા હજુ પણ યથાવત છે.

કરણ જોહરના ટ્વીન્સની રક્ષાબંધન

કરણ જોહરના ટ્વીન્સની રક્ષાબંધન

કરણ જોહરે પહેલી વાર રક્ષાબંધનના દિવસે પોતાના જોડીયા બાળકો યશ અને રુહીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. યશ અને રુહી 6 મહિનાના છે, તેણે હીરુ જોહર સાથે યશ અને રુહીનો ફોટો શેર કર્યો હતો, જે કાજોલે તુરંત લાઇક કર્યો હતો.

કાજોલનું મન પીગળ્યું

કાજોલનું મન પીગળ્યું

જી હા, કરણ જોહરે આ તસવીર પોસ્ટ કરતાની ગણતરીની મિનિટોમાં જ કાજોલે આ તસવીર લાઇક કરી હતી. કદાચ યશ અન રુહીની સુંદર તસવીર જોઇને કાજોલનું મન પીગળ્યું હશે. કાજોલ અને કરણ જોહરની મિત્રતા વર્ષો જૂની છે, આથી મોડુ-વહેલું તો કોઇ એકનું મન પીગળવાનું જ હતું અને શરૂઆત અહીંથી થઇ ચૂકી છે.

કરણ જોહરનો રિસ્પોન્સ

કરણ જોહરનો રિસ્પોન્સ

કાજોલના આ વર્તનથી કરણ જોહર પણ પીગળી ગયા હશે, કારણ કે, કાજોલે યશ-રુહીની તસવીર લાઇક કર્યાની થોડી જ મિનિટોમાં કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર કાજોલને ફોલો કરી હતી. આશા રાખીએ કે, કાજોલ અને કરણ જલ્દી જ પોતાના મતભેદો ભૂલી ફરી એકબીજા સાથે વાત કરવા માંડે.

English summary
Are Karan Johar and Kajol ready to forget their ugly fight? Their social media gesture towards each other suggests so. Read on to know more.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.