Pics : અર્જુન@28, પાર્ટીમાં ઉમટ્યું બૉલીવુડ

મુંબઈ, 27 જૂન : બૉલીવુડ અભિનેતા અર્જુન કપૂર ગઈકાલે 28 વર્ષના થઈ ગયાં. બોની કપૂર તથા તેમના પ્રથમ પત્ની મોના સુરીને ત્યાં 26 જૂન, 1985ના રોજ જન્મેલા અર્જુન કપૂરે ઇશકઝાદે ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું અને છેલ્લે તેઓ ઔરંગઝેબ ફિલ્મમાં ડબલ રોલમાં દેખાયા હતાં.

અર્જુન કપૂરના જન્મ દિવસે ગઈકાલે એક પાર્ટી યોજાઈ કે જેમાં બૉલીવુડની અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. અર્જુને કૅરિયર શરૂ કર્યે બે વરસ થયાં છે અને તેમની સફળતા જોઈ લાગે છે કે તેઓ વર્ષોથી અહીં હોય. તેમણે રોમાંટિક હીરો જ નહિં, પણ નેગેટિવ રોલ સાથે ફિલ્મી કૅરિયર શરૂ કર્યુ હતું. અર્જુન કપૂર ગુંડે ફિલ્મમાં પ્રિયંકા ચોપરા તથા ટૂ સ્ટેટ ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે દેખાશે.

આવો અર્જુન કપૂરની બર્થ ડે પાર્ટીની તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

રણવીર સિંહ સાથે અર્જુન કપૂર

રણવીર સિંહ સાથે અર્જુન કપૂર

અર્જુન કપૂરની પ્રથમ ફિલ્મ ઇશકઝાદે હતી કે જેમાં તેમના નાયિકા પરિણીતિ ચોપરા હતાં.

અર્જુન સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા

અર્જુન સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા

બૉલીવુડમાં આવ્યે અર્જુનને 2 જ વરસ થયા છે પણ લાગે છે કે જાણે તેઓ વર્ષોથી અહીં હોય.

અવંતિકા-ઇમરાન ખાન

અવંતિકા-ઇમરાન ખાન

બોની કપૂરના પુત્ર અર્જુને બૉલીવુડમાં હીરો તરીકે નહિં, પણ નેગેટિવ રોલ સાથે કૅરિયર શરૂ કર્યું.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

અર્જુન કપૂર ગુંડે ફિલ્મમાં પ્રિયંકા ચોપરા સાથે કામ કરી રહ્યાં છે.

આલિયા ભટ્ટ-સિદ્ધાર્થ મલ્હોત્રા

આલિયા ભટ્ટ-સિદ્ધાર્થ મલ્હોત્રા

ટૂ સ્ટેટ ફિલ્મમાં અર્જુન કપૂર આલિયા ભટ્ટ સાથે કામ કરી રહ્યાં છે.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

અર્જુનની આવનાર ફિલ્મોમાં સોનાક્ષી સિન્હા, દીપિકા પાદુકોણે અને આલિયા ભટ્ટ જેવી અભિનેત્રીઓ છે.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

અર્જુન કપૂર ભવિષ્યમાં કૅટરીના કૈફ તથા અનુષ્કા શર્મા સાથે કામ કરવા માંગે છે.

રણબીર કપૂર

રણબીર કપૂર

અર્જુનનું કહેવું છે કે કરીના કપૂર તેમના બાળપણના ક્રશ હતાં.

ધનુષ

ધનુષ

ફિલ્મી પૃષ્ઠભૂમિ હોવા છતાં અર્જુન કપૂરે ફિલ્મ જગતામાં પોતાની મહેનત તેમજ પ્રતિભાના બળે કામ હાસલ કર્યું.

વરુણ ધવન-અર્જુન કપૂર

વરુણ ધવન-અર્જુન કપૂર

અર્જુન કપૂરના દાદા સુરિન્દર કપૂર ફિલ્મ નિર્માતા હતાં. કાકા અનિલ કપૂર, સંજય કપૂર, ઓરમાન માતા શ્રીદેવી પણ બૉલીવુડના જાણીતાં નામો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X