મારા માતા સલમાનને ઈશ્વરનું વરદાન માનતાં : અર્જુન કપૂર

મુંબઈ, 10 મે : બૉલીવુડ અભિનેતા અર્જુન કપૂર બૉલીવુડમાં પોતાના કૅરિયરનો શ્રેય સલમાન ખાનને આપે છે અને કહે છે કે તેમના માતા મોના સુરી પણ સલમાન ખાનને ઈશ્વરનું વરદાન માનતા હતાં.

arjun-kapoor

મેન્સ હૅલ્થ પત્રિકાના વિમોચન પ્રસંગે અર્જુન કપૂરે જણાવ્યું - જ્યારે હું એક સહાયક હતો. હું ઘણો વખત સલમાન સાથે વિતાવતો. મને લાગે છે કે આ એક લાગણીશીલ જોડાણ હતો. મારા માતા કાયમ કહેતાં કે તેઓ (સલમાન) ઈશ્વરના વરદાન છે.

સલમાન ખાનની ફિલ્મ સલામ-એ-ઇશ્કમાં સહાયક દિગ્દર્શક અર્જુન શરુઆતમાં માત્ર દિગ્દર્શન પસંદ કરતા હતાં. તેમણે જણાવ્યું - એક રાતે સલમાને મને કહ્યું કે તમારે અભિનેતા બનવું જોઇએ. આ સાંભળી પહેલાં મેં સલમાનને જોયાં અને પછી પોતાને. મેં કહ્યું કે શું આપ મને અભિનેતા બનતા જોવા માંગો છો? હું દિગ્દર્શક બની ખુશ છું અને હું સ્ક્રિપ્ટ પણ લખીશ. મને અભિનયમાં રસ નથી. સલમાન ખાને અર્જુનને જણાવ્યું કે દસ વરસ બાદ તમે અભિનેતા ન હોવા અંગે અફસોસ કરશો.

સલમાન ખાને કહેતાં અર્જુન કપૂરે અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો. તેમનું વજન 140 કિલો હતું. પોતાની પ્રથમ ફિલ્મ ઇશકઝાદે માટે તેમણે વજન ઘટાડ્યું. હવે તેમની આગામી ફિલ્મ ઔરંગઝેબ 17મી મેએ રિલીઝ થશે કે જેમાં તેમની સાથે સાશા આગા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X