મલાઈકા સાથેના સંબંધો પર ખુલીને સામે આવ્યા અર્જૂનઃ કંઈ ખોટુ નથી કરી રહ્યા તો કેમ છૂપાવીએ

અર્જૂન કપૂર અને અભિનેત્રી મલાઈકા અરોરાના અફેર વિશે લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા છે. પરંતુ બંનેએ આના પર ખુલીને વધુ વાત કરી નથી. પરંતુ હાલમાં જ અર્જૂન કપૂર આના પર ખુલીને આવ્યા.

અભિનેતા અર્જૂન કપૂર અને અભિનેત્રી મલાઈકા અરોરાના અફેર વિશે લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા છે. પરંતુ બંનેએ આના પર ખુલીને વધુ વાત કરી નથી. પરંતુ હાલમાં જ અર્જૂન કપૂર આના પર ખુલીને આવ્યા. અર્જૂન પોતાની ફિલ્મ India's Most Wantedના સ્ક્રીનિંગ પર પરિવાર ઉપરાંત મલાઈકાને પણ લઈને પહોંચ્યા. અહીં પરિવાર સાથે પોઝ આપતા મલાઈકા અને અર્જૂન ઘણા કોન્ફીડન્ટ દેખાયા. એક ઈન્ટરવ્યુમાં ફિલ્મફેર સાથે વાત કરતા અર્જૂને પોતાના સંબંધ વિશે ખુલીને વાત કરી.

‘નથી ઈચ્છતા કે કોઈને લાગે કે અમે સંબંધ છૂપાવીએ છીએ'

‘નથી ઈચ્છતા કે કોઈને લાગે કે અમે સંબંધ છૂપાવીએ છીએ'

ઈન્ટરવ્યુમાં અર્જૂને કહ્યુ કે, ‘અમે નથી ઈચ્છતા કે લોકો સમજે કે અમે હજુ પણ સંબંધ છૂપાવીએ છીએ. અમે સામે આવ્યા છે કારણકે અમને લાગે છે મીડિયાએ અમારી ગરિમા જાળવી રાખી છે. મીડિયામાં કંઈક સમજ છે. તે આના વિશે સમ્માનજનક, દયાળુ, ઈમાનદાર અને સભ્ય રહ્યા એટલા માટે મને સહજ અનુભવાયુ. જ્યારે કોઈ ગંદકી હોય છે તમે પાછળ હટી જાવ છો. જાણી જોઈને લોકો તમને એવુ કહીને, લખીને કે કંઈક પૂછીને ચિડાવે... તો આવુ અમારી સાથે કંઈ થયુ નથી.'

‘કંઈ ખોટુ નથી કરી રહ્યા તો છૂપાવીએ કેમ'

‘કંઈ ખોટુ નથી કરી રહ્યા તો છૂપાવીએ કેમ'

અર્જૂને કહ્યુ કે જ્યારે પણ પાપારાઝી અમારી પાછળ આ છે અમે તેમના પોઝ કરીએ છીએ. મે તેમને કહ્યુ છે - છૂપાઈને ના પાડો ફોટા નહિતર એવુ લાગે છે કે અમે સંબંધ છૂપાવી રહ્યા છે, જ્યારે એવુ નથી. બધુ વાસ્તવિક અને સામાન્ય રહેવા દો. અમે સંબંધને બિલકુલ છૂપાવવા નથી માંગતા પરંતુ ખુલીને સામે આવવા ઈચ્છીએ છીએ.

ઘરવાળા પૂછે છે - લગ્ન ક્યારે કરીશ?

ઘરવાળા પૂછે છે - લગ્ન ક્યારે કરીશ?

અર્જૂને કહ્યુ કે - હું નથી ઈચ્છતો કે મારા કે મલાઈકાના પડોશીઓને કોઈ મુશ્કેલી થાય. અમે કંઈ પણ ખોટુ નથી કરી રહ્યા એટલા માટે નથી ઈચ્છતા કે લોકો પાસે બીજી કોઈ કહાની પહોંચે. અમે કંઈ પણ નથી છૂપાવી રહ્યા. વળી લગ્નની વાતથી અર્જૂને સ્પષ્ટ ઈનકાર કરી દીધો. તેણે કહ્યુ કે હું લગ્ન નથી કરી રહ્યો. જાણુ છે કે એ અટકળો લગાવવામાં આવી રહી છે કારણકે મારા પોતાના ઘરવાળા પૂછે છે - તુ લગ્ન ક્યારે કરી રહ્યો છે. હું 33 વર્ષનો છુ, ભારતમાં આ ઉંમર સુધી લગ્ન થઈ જાય છે પરંતુ મારી સાથે આવુ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X