OMG! : આ તો 29નો અર્જુન છે કે 92ના ભીષ્મ પિતામહ!

મુંબઈ, 8 ઑક્ટોબર : હૅડલાઇન વાંચીને ચોંકી ગયા ને? અરે આપણે મહાભારતના અર્જુન કે ભીષ્મ પિતામહની વાત નથી કરી રહ્યાં. આ તો બૉલીવુડના અર્જુન એટલે કે અર્જુન કપૂરની વાત છે. આ અર્જુને લુક જ એવો ધર્યો છે કે તે જોઈને કોઈ પણ ચોંકી જાય.

બોની કપૂર અને મોના કપૂરના પુત્ર તથા બૉલીવુડ અભિનેતા અર્જુન કપૂર માત્ર 29 વર્ષના છે, પરંતુ તેમણે જે નવો લુક ધર્યો છે, તે જોતા એવુ લાગે છે કે જાણે તેઓ 92 વર્ષના કોઈ વયોવૃદ્ધ છે. આશ્ચર્ય પામવાની જરૂર નથી. અનેક બૉલીવુડ કલાકારો કોઈક જાહેરખબર કે ફિલ્મના શૂટિંગ માટે પોતાના મેક-અપ વડે વિચિત્ર લુક ધરતા હોય છે અને અર્જુન કપૂરે પણ એક એડ ફિલ્મ માટે કંઇક આવુ જ કર્યુ છે.

એક લીડિંગ ડેલીના જણાવ્યા મુજબ અર્જુન કપૂરે રોમાનિયા ખાતે એક એડ ફિલ્મના શૂટિંગ દરમિયાન વૃદ્ધનો લુક ધર્યો છે. સૂત્રે જણાવ્યું કે અર્જુન કપૂર આ એડ ફિલ્મમાં એક નહીં, પણ વિવિધ 12 લુક્સમાં જોવા મળશે.

ચાલો સ્લાઇડરમાં જોઇએ અર્જુનનો નવો લુક અને અન્ય એંટરટેનમેંટ ન્યુઝ :

વયોવૃદ્ધ અર્જુન

વયોવૃદ્ધ અર્જુન

બૉલીવુડના યુવાન અભિનેતા અર્જુન કપૂરની વય હાલમાં 29 વર્ષ જ છે, પરંતુ તેમણે એક એડ ફિલ્મ માટે જાણે 92 વર્ષના વૃદ્ધનો અવતાર ધર્યો છે.

850 કરોડ કમાવે એચએનવાય

850 કરોડ કમાવે એચએનવાય

શાહરુખ ખાન સો-બસ્સો કરોડની કમાણીથી સંતુષ્ટ નથી. શાહરુખ ઇચ્છે છે કે તેમની આગામી ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયર પૂરા 850 કરોડ રુપિયાની કમાણી કરે.

જુઓ વીડિયો

શાહરુખે હૅપ્પી ન્યુ ઈયરની કમાણી અંગે કહેલી વાતનો આખો વીડિયો જોવા ક્લિક કરો.

અર્પિતાના લગ્ન આવતા મહીને

અર્પિતાના લગ્ન આવતા મહીને

સલમાન ખાનના બહેન અર્પિતા ખાનના લગ્ન આગામી 17મી નવેમ્બરે થવાના છે.

સુખરામના પૌત્ર સાથે લગ્ન

સુખરામના પૌત્ર સાથે લગ્ન

અર્પિતાના લગ્ન આયુષ સાથે થવાના છે કે જેઓ હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુખરામના પૌત્ર છે તથા હાલમાં હિમાચલ પ્રદેશ મંત્રીમંડળના સભ્ય અનિલ શર્માના પુત્ર છે.

સિમ્પલ સોનાલી

સિમ્પલ સોનાલી

સોનાલી બેન્દ્રે એકતા કપૂરના શો અજીબ દાસ્તાં હૈ યેમાં સિમ્પલ લુકમાં નજરે પડવાના છે.

મોંઘેરી સોનાલી

મોંઘેરી સોનાલી

કહે છે કે લાઇફ ઓકે પર પ્રસારિત થનાર અજીબ દાસ્તા હૈ યે શો માટે સોનાલી બેન્દ્રેએ એકતા કપૂર પાસેથી મોટી રકમ લીધી છે.

તો બરખા દત્ત બનશે અનુષ્કા

તો બરખા દત્ત બનશે અનુષ્કા

પીકે ફિલ્મમાં અનુષ્કા શર્મા પત્રકારનો રોલ કરી રહ્યા છે. તેમનો લુક જાણીતા ટીવી પત્રકાર બરખા દત્ત જેવો લાગે છે.

બેકાર બની સુકીર્તિ

બેકાર બની સુકીર્તિ

બિગ બૉસ 8માંથી આઉટ થયા બાદ સુકીર્તિ કાંડપાલ બેકાર બની ગયા છે. તેમની પાસે કોઈ નવો પ્રોજેક્ટ નથી. બિગ બૉસ માટે ચાલુ પ્રોજેક્ટ અધૂરો છોડી દેનાર સુકીર્તિ નથી જાણતા કે તે અધૂરા પ્રોજેક્ટમાં તેમને ફરી સ્થાન મળશે કે કેમ?

યેસુદાસ સામે નારાજ નેહા

યેસુદાસ સામે નારાજ નેહા

નેહા ધુપિયાએ ગાયક યેસુદાસ સામે નારાજગી જતાવી છે. યેસુદાસે કહ્યુ હતું કે મહિલાઓએ જીંસ ન પહેરવી જોઇએ. નેહાએ કહ્યું કે આવા લોકોની વિચારસરણીમાં જ ખોટ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X