હિન્દી મિડિયમ ફેમ પાક અભિનેત્રી સબા કમર સામે અરેસ્ટ વોરંટ જાહેર
પાકિસ્તાની અદાલતે પાકિસ્તાની અભિનેત્રી સબા કમર સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. લાહોરની ઐતિહાસિક મસ્જિદમાં વીડિયો શૂટ કરવા બદલ હિન્દી મિડિયમ ફિલ્મની અભિનેત્રી સબા કમર વિરુદ્ધ આ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.
લાહોર : પાકિસ્તાની અદાલતે પાકિસ્તાની અભિનેત્રી સબા કમર સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. લાહોરની ઐતિહાસિક મસ્જિદમાં વીડિયો શૂટ કરવા બદલ હિન્દી મિડિયમ ફિલ્મની અભિનેત્રી સબા કમર વિરુદ્ધ આ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. લાહોર મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા સબા કમર અને ગાયક બિલાલ સઈદ સામે સતત અનેક સુનાવણીમાં હાજર ન રહેતા આ જામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. આ મામલાની આગામી સુનાવણી 6 ઓક્ટોબરના રોજ થશે.

ગત વર્ષે લાહોર પોલીસે સબા કમર અને સઈદ વિરુદ્ધ પાકિસ્તાન દંડ સંહિતાની કલમ 295 હેઠળ કેસ નોંધ્યો હતો. તેમના પર મસ્જિદ વજીર ખાનની પવિત્રતાને ખલેલ પહોંચાડવાનો આરોપ છે. એફઆઈઆર અનુસાર બંને કલાકારોએ મસ્જિદમાં ડાન્સ વીડિયો શૂટ કરીને મસ્જિદની પવિત્રતાનું ઉલ્લંઘન કર્યું છે. આ વીડિયો સામે આવ્યા બાદ પાકિસ્તાનમાં લોકોએ તેમનો ઘણો વિરોધ કર્યો હતો. પંજાબ સરકારે આ કેસમાં બે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા હતા.
સબા કમર અને ગાયક બિલાલ સઈદે જે રીતે લોકો દ્વારા આ ડાન્સ વીડિયોની ટીકા કરી હતી, તેના બદલ લોકોની માફી માંગી હતી અને સબા કમરને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. સબાએ કહ્યું કે, મ્યુઝિક વીડિયોમાં નિકાહનું દ્રશ્ય શૂટ કરવામાં આવ્યું છે. આમાં અડિટિંગમાં કોઈ ગીત, સંગીત અથવા સંગીત ટ્રેક ઉમેરવામાં આવ્યો ન હતો.
સબા કમરે કંદીલ બલોચની બાયોપિકમાં પણ કામ કર્યું હતું, જેણે સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિયતા મેળવી હતી. લોકોએ સોશિયલ મીડિયા પર સબા કમરને મારી નાખવાની ધમકી આપી હતી. લોકોએ કહ્યું કે, જે રીતે વર્ષ 2016માં કંદીલ બલોચને તેના જ ભાઈએ તેની હત્યા કરી હતી. કારણ કે, કંદીલે તેના પરિવારનું સન્માનને ધુળમાં મેળવી દીધું હતું, તમારી સાથે પણ આવું જ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
