આર્યન ખાનને જેલમાં મળવા પહોંચી શાહરૂખ ખાનની મેનેજર પૂજા ડડલાની, આજે મળશે જામીન
બુધવારે સાંજે શાહરુખ ખાનની મેનેજર આર્યન ખાનને મળવા પહોંચી.
મુંબઈઃ આર્યન ખાન ડ્રગ્ઝ કેસમાં આજે શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને જામીન મળી જશે. સમાચારોની માનીએ તો એનસીબીએ નક્કી કર્યુ છે કે કોર્ટમાં તે આગળ આર્યન ખાનની કસ્ટડીની ડિમાન્ડ નહિ કરે. ત્યારબાદ આર્યનના વકીલ તેમની જામીન અરજી દાખલ કરશે અને આર્યનને આજે જ જામીન પર છોડી દેવામાં આવશે. આ પહેલા, બુધવારે સાંજે શાહરુખ ખાનની મેનેજર આર્યન ખાનને મળવા પહોંચી. ઉલ્લેખનીય છે કે આર્યન ખાને એનસીબીને પૂછપરછ દરમિયાન એ જણાવ્યુ હતુ કે તેના પિતા શાહરુખ ખાન એક બિઝી વ્યક્તિ છે અને ક્યારેક ક્યારેક તેને પોતાના પિતાને મળવા માટે તેની મેનેજર પૂજા ડડલાની પાસે અપૉઈન્ટમેન્ટ લેવી પડે છે.

મીડિયા સાથે વાત કરવાનો કર્યો ઈનકાર
પૂજા આર્યનને મળવા પહોંચી પરંતુ તેણે મીડિયા સાથે વાત કરવાનો ઈનકાર કરી દીધો. આ પહેલા બુધવારે સાંજે આર્યન ખાનને મેડિકલ ચેકઅપ માટે પણ લઈ જવામાં આવ્યો. રિપોર્ટ અનુસાર આર્યન ખાનની ધરપકડ બે પુરાવાના આધારે કરવામાં આવી હતી. પહેલો હતો ખુદ આર્યનનુ નિવેદન જેમાં તેણે કબૂલ્યુ હતુ કે તે ચાર વર્ષથી ડ્રગ્ઝનુ સેવન કરી રહ્યો છે અને બીજો પુરાવો હતો આર્યનની વૉટ્સએપ ચેટ જેમાં તે અમુક ડ્રગ પેડલર સાથે કોડમાં વાત કરી રહ્યો છે. રિપોર્ટની માનીએ તો તપાસમાં આર્યન ખાનના ફોનમાંથી અમુક વાંધાજનક ફોટા મળ્યા છે અને ડ્રગ્ઝના સેવન સાથે જોડાયેલી ચેટ પણ મળી છે. જો કે આર્યનના વકીલની ટીમે આ રિપોર્ટ ફગાવી દીધા છે પરંતુ એનસીબીએ આર્યનની કસ્ટડી લંબાવવાની માંગ આ વાંધાજનક ફોટાના આધારે કરી હતી.

નથી થયો કોઈ ડ્રગ્ઝ ટેસ્ટ
ઉલ્લેખનીય છે કે આર્યન ખાને ડ્રગ્ઝનુ સેવન કર્યુ છે કે નહિ તે માટે ના કોઈ યુરીન ટેસ્ટ કરવામાં આવ્યો છે અને ના બ્લડ ટેસ્ટ. આર્યન ખાનને મેડિકલ ચેકઅપ મમાટે બે વાર લઈ જવામાં આવી ચૂક્યો છે. પરંતુ બંને વાર તેના નૉર્મલ રૂટીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. આર્યનની ધરપકડને લઈને એનસીબીના વકીલનુ કહેવુ હતુ કે દેશના યુવાનો ડ્રગ્ઝ તરફ કેવી રીતે અને કોના માટે આકર્ષિત થઈ રહ્યા છે તેની જડ શોધવી ખૂબ જરૂરી છે. આ ચેટ્સમાં ડ્રગ પેડલર્સે કોડમાં પોતાના નામ શેર કર્યા છે જે આ આખા કેસને કોઈ મોટા ડ્રગ સિંડિકેટ તરફ લઈ જઈ શકે છે.

પૂછપરછમાં કર્યુ કબૂલ - 4 વર્ષથી લઈ રહ્યો છુ ડ્રગ્ઝ
રિપોર્ટની માનીએ તો આર્યન ખાન, એનસીબીની પૂછપરછ દરમિયાન રોઈ પડ્યો. આ પૂછપરછ દરમિયાન આર્યન ખાને કબૂલ કર્યુ હતુ કે તે છેલ્લા ચાર વર્ષથી ડ્રગ્ઝ લઈ રહ્યો છે. આર્યન ખાન દુબઈ, અમેરિકા અને લંડનમાં રહેવા દરમિયાન પણ ડ્રગ્ઝ લેતો રહ્યો છે. આ પહેલા એક રિપોર્ટની માનીએ તો આર્યન ખાને પૂછપરછમાં ડ્રગ્ઝના સેવનનો ઈનકાર કર્યો હતો. તેનુ કહેવુ હતુ કે તેના પિતાએ તેને સાવચેત કર્યો હતો કે એનસીબી દરેક જગ્યાએ રેડ પાડી રહી છે, માટે જ્યાં જાય ત્યાં સમજી-વિચારીને જ જાય.

ઈચ્છે તો આખુ શિપ ખરીદી શકે છે
આર્યન અને તેના સાથીઓને ઘરવાળાના લાવેલા ભોજનની પરમિશન આપવામાં આવી નથી. વળી, તેમને ઘરેથી આવેલા કપડાં પહેરવાની મંજૂરી આપવામાં આવી છે. પહેલા સમાચાર હતા કે એનસીબી એક દિવસ બાદ આર્યન ખાનની કસ્ટડી માટે કેસ નહિ લડે પરંતુ આનાથી ઉલટુ થયુ. આર્યન, અરબાઝ અને મુનમુન 7 તારીખ સુધી કસ્ટડીમાં રહેશે. એનસીબીના વકીલે પોતાની દલીલમાં પૂછ્યુ કે છેવટે આર્યન ખાન શિપમાં હાજર હતો જ કેમ? વળી, બીજી તરફ આર્યનના વકીલ સતીશ માનશિંદેનુ કહેવુ છે કે આર્યન જો ઈચ્છે તો તે આખુ શિપ ખરીદી શકે છે. આર્યનને ત્યાં મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો હતો. તે ખુદ ટિકિટ ખરીદીને ગયો નથી.

વકીલ કરી ચૂક્યા છે આ દલીલ
આર્યન ખાનની જામીનના પક્ષમાં પહેલા જ તેના વકીલ પાંચ મહત્વની વાત કહી ચૂક્યા છે - પહેલી, આર્યન ખાનને એ પાર્ટીમાં મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો હતો. તે પોતાની મરજીથી ગયો નહોતો. બીજુ - આર્યન ખાન પાસે એ ક્રૂઝના બૉર્ડિંગ પાસ પણ નહોતા. ત્રીજુ - આર્યન ખાન પાસેથી કંઈ પણ મળ્યુ નથી. ચોથુ - તેના મોબાઈલ ફોનને જપ્ત કરવામાં આવ્યો હતો, ત્યાંથી પણ કંઈ મળ્યુ નથી. પાંચમુ - આર્યન ખાનનો મેડિકલ ટેસ્ટ થઈ ચૂક્યો છે અને ત્યાંથી પણ તેના રિપોર્ટમાં ડ્ર્ગ્ઝના સેવન જેવી કોઈ વાત સામે આવી નથી.

અરેસ્ટ મેમોમાં કબૂલનામુ
પોતાના અરેસ્ટ મેમોમાં આર્યન ખાને પોતાની હેન્ડરાઈટિંગમાં સ્પષ્ટ લખ્યુ છે - હું પોતાના અરેસ્ટ થવાનુ કારણ સમજુ છુ. મારા પરિવારને મે આ વિશે તેમના નંબર પર માહિતી આપી દીધી છે. સાથે જ ફોન નંબર પણ લખ્યો છે જેને ફોટામાંથી હટાવી દેવામાં આવ્યુ છે. આર્યનના આ અરેસ્ટ મેમો, ઈન્ટરનેટ પર વાયરલ થયો.












Click it and Unblock the Notifications
