For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યૌન ઉત્પીડન મામલે મહેશ ભટ્ટઃ હું 3 દીકરીઓનો પિતા છુ, મારા નામનો દૂરુપયોગ કર્યો

ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે એક નિવેદન જારી કરીને કહ્યુ છે કે તેમના નામ અને ફોટાનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે એક નિવેદન જારી કરીને કહ્યુ છે કે તે એક મૉડલિંગ ફર્મ આઈએમજી વેંચર્સના પ્રમોટર સામે દાખલ યૌન ઉત્પીડન કેસમાં રાષ્ટ્રીય મહિલા પંચ સામે હાજર થયા છે. તમને જણાવી દઈએ કે ખાનગી કંપની સામે ચાલી રહેલી મહિલાઓના ઉત્પીડનની તપાસમાં રાષ્ટ્રીય મહિલા પંચે મહેશ ભટ્ટને નોટિસ મોકલી હતી. મહિલા પંચે આનો જવાબ ટ્વિટર પર શેર કર્યો છે. પોતાના જવાબમાં મહેશ ભટ્ટે કહ્યુ કે તેમના નામ અને ફોટાનો ખોટો ઉપયોગ કર્યો છે.

યૌન ઉત્પીડન કેસમાં મહેશ ભટ્ટે NCWમાં દાખલ કર્યો જવાબ

યૌન ઉત્પીડન કેસમાં મહેશ ભટ્ટે NCWમાં દાખલ કર્યો જવાબ

મહેશના હોમ પ્રોડક્શન વિશેષ ફિલ્મ્સે તેમના તરફથી એક ડીટેલ્સ સ્ટેટમેન્ટ જારી કર્યુ છે જ્યાં તેમણે કહ્યુ કે તેમનુ નામ તેમની સંમતિ વિના યુઝ કરવામાં આવ્યુ. તેમને ઈવેન્ટથી કે યૌન શોષણ કેસથી કોઈ લેવા-દેવા નથી. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યુ, 'જ્યારે મે(મહેશ ભટ્ટ) એ લોકો સાતે વાત કરી તો તેમણે માફી માંગી અને ઈવેન્ટ સાથે જોડાયેલા મારા ફોટા હટાવી લીધા.' ભટ્ટે કહ્યુ કે 71 વર્ષની ઉંમરમાં હું જ્ઞાન શેર કરવા અને સામાજિક કામોમાં યોગદાન કરવામાં વિશ્વાસ રાખુ છુ. ત્રણ દીકરીઓનો પિતા છુ અને આ ધર્મયુદ્ધમાં પૂરા સહયોગ માટે તૈયાર છુ.

મારા નામનો દૂરુપયોગ કરવામાં આવ્યોઃ મહેશ ભટ્ટ

મારા નામનો દૂરુપયોગ કરવામાં આવ્યોઃ મહેશ ભટ્ટ

નિવેદનમાં કહે્વામાં આવ્યુ છે કે તે આ શો માટે ઉપસ્થિત નથી થયા. મને અતિથિ વિશેષ તરીકે આ કાર્યક્રમમાં શામેલ થવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, મે જવાબ આપ્યો હતો કે વર્તમાન કોવિડ-19 પરિસ્થિતિમાં, હું કોઈ પણ કાર્યક્રમમાં શામેલ નહિ થઉ. હું પરિસ્થિતિના આધારે આના પર નવેમ્બર આસપાસ કંઈ કહી શકુ છુ. મે ના તો કોઈ કૉન્ટ્રાક્ટ સાઈન કર્યા છે અને ના કોઈ આયોજનમાટે કોઈ પૈસા લીધા છે. દૂર્ભાગ્યથી મારા નામને સોશિયલ મીડિયામાં ઉઠાવવામાં આવ્યુ અને મારી સંમતિ વિના મારા નામનો દૂરુપયોગ કરવામાં આવ્યો.

બીજા ઘણા લોકોને મહિલા પંચે જારી કરી નોટિસ

બીજા ઘણા લોકોને મહિલા પંચે જારી કરી નોટિસ

મહેશ ઉપરાંત આ કેસમાં ઉર્વશી રૌતેલા, રણવિજય સંઘ, ઈશા ગુપ્તા, મૌની રૉય અને પ્રિન્સ નરુલાને પણ નોટિસ જારી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે એક એનજીઓએ પીડિત છોકરીઓ તરફથી રાષ્ટ્રીય મહિલા પંચમાં કંપનીના પ્રમોટર્સ સામે યૌન શોષણ અને બ્લેકમેલિંગની ફરિયાદ નોંધાવી. સેલિબ્રિટીઝના નામ આ કંપની દ્વારા કરાવવામાં આવી રહેલ ઈવેન્ટ સાથે જોડાયેલ હોવાના કારણે તેમને પણ નોટિસ મોકલવામાં આવી હતી. મહિલા પંચે માહિતી આપી કે મંગળવારે ઑનલાઈન સુનાવણી દ્વારા બધાના નિવેદન નોંધવામાં આવ્યા છે. જો કે મૌની રૉય અને ઉર્વશી રૌતેલાએ ઘણી વાર સૂચિત કરવા છતાં સુનાવણી અટેન્ડ કરી નહોતી.

સુશાંત સિંહ રાજપૂત મામલે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વનો ચુકાદોસુશાંત સિંહ રાજપૂત મામલે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વનો ચુકાદો

English summary
As a father of 3 girls I have the highest regard for cause said Mahesh Bhatt on sexual harassment case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X