લેજેન્ડરી સિંગર આશા ભોસલેનું અવસાન, કયા કારણે ગુમાવ્યો જીવ?
આશા ભોસલેનું નિધન: ભારતીય સંગીત જગતના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. પોતાના જાદુઈ અવાજથી સાત દાયકાઓ સુધી કરોડો દિલો પર રાજ કરનાર દિગ્ગજ પાર્શ્વ ગાયિકા આશા ભોસલે (Asha Bhosle) હવે આપણી વચ્ચે રહ્યા નથી. 92 વર્ષીય આશા તાઈએ રવિવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

આશા ભોસલેના મૃત્યુના સમાચારથી માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં ફેલાયેલા તેમના પ્રશંસકોમાં શોકની લહેર દોડી ગઈ છે. શનિવાર સાંજે તેમને છાતીમાં ચેપ (Chest Infection) અને ભારે થાકની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જોકે, કેટલાક શરૂઆતના સમાચારોમાં કાર્ડિયાક અરેસ્ટ અને ફેફસાં સંબંધિત જટિલતાઓની વાત કહેવામાં આવી હતી, પરંતુ પરિવારે ઇન્ફેક્શનની પુષ્ટિ કરી હતી. તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે 4 વાગ્યે કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
