For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : 71ની વયે પણ ‘નૃત્યાતુર’ અમિતાભ, ગણેશના વખાણ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 21 જાન્યુઆરી : હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન કહે છે કે 71 વર્ષની વયે નાચવું જરાક વિચિત્ર લાગે છે, પણ આમ છતાં તેમને ફિલ્મના શૂટિંગમાં નાચવું ગમે છે, પણ શરત એટલી જ કે તેમાં રીટેક મર્યાદિત હોય અને સહ્ય હોય.

છેલ્લે સત્યાગ્રહ ફિલ્મમાં દેખાનાર અમિતાભ બચ્ચન હાલ પોતાની આવનાર ફિલ્મ ભૂતનાથ રિટર્ન્સના શૂટિંગમાં વ્યસ્ત છે. ભૂતનાથ રિટર્ન્સ 2008માં આવેલી ફિલ્મ ભૂતનાથની સિક્વલ છે. બિગ બીએ પોતાના બ્લૉગ ઉપર મંગળવારે લખ્યું - ઘણા દિવસો થઈ ગયાં મને રૂપેરી પડદે નાચ્યે-ગાયે. હવે 71 વર્ષની વયે આ થોડુંક વિચિત્ર લાગે છે, પરંતુ સચ્ચાઈ તો એ જ છે કે મને નાચવું કાયમ ગમતું રહ્યું છે. શરત એટલી જ કે તેમાં રીટેક્સ અસહ્ય ન હોય.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

વ્યસ્ત અમિતાભ

વ્યસ્ત અમિતાભ

અમિતાભ બચ્ચન સતત વ્યસ્ત રહેનાર કલાકાર છે. સત્યાગ્રહ બાદ હવે તેઓ ભૂતનાથ રિટર્ન્સના શૂટિંગમાં વ્યસ્ત છે.

નાચવાનો શોખ

નાચવાનો શોખ

અમિતાભે પોતાના બ્લૉગમાં લખ્યું કે તેમને નાચવાનો કાયમ શોખ રહ્યો છે અને આ ઉંમરે પણ તેઓ નાચવા આતુર છે.

ગણેશના વખાણ

ગણેશના વખાણ

અમિતાભે કોરિયોગ્રાફર ગણેશ આચાર્યના વખાણ કરતાં જણાવ્યું કે આટલા જાડા હોવા છતાં તેમની નૃત્યશૈલી ખૂબ જ સુંદર અને જુદી હોય છે.

અગ્નિપથમાં ગણેશ

અગ્નિપથમાં ગણેશ

અમિતાભે જણાવ્યું - ગણેશ આચાર્યે તેમને માહિતી આપી કે 1990માં આવેલી અગ્નિપથના તે દૃશ્યમાં તેઓ કોરસ ડાન્સરોમાં હતાં કે જ્યારે અમિતાભ ગણપતિની મૂર્તિ વિસર્જન માટે લઈ જતા હોય છે.

કુશળ ડાન્સ ડાયરેક્ટર

કુશળ ડાન્સ ડાયરેક્ટર

અમિતાભે લખ્યું - આજે ગણેશ આચાર્ય કુશળ ડાન્સ ડાયરેક્ટર છે અને તેમની પોતાની ડાન્સ સ્કૂલ છે. ગણેશ ટનબંધ કાજૂ, રેવડી અને ચિકી હજમ કરી શકે છે.

English summary
Megastar Amitabh Bachchan says at 71 he finds dancing "incongruous", but nevertheless, he enjoys it only if the retakes are within "tolerable limits".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X