For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑટોપ્સી રિપોર્ટમાં થયો સુશાંત સિંહના મોતનો ખુલાસો

ઑટોપ્સી રિપોર્ટમાં સુશાંત સિંહના મોતનો ખુલાસો થયો છે. જાણો વિગત..

|
Google Oneindia Gujarati News

મુંબઈની મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલના ડૉ. આરએન કૂપરે આત્મહત્યા કરનાર સુશાંત સિંહ રાજપૂતના શરીરનુ પોસ્ટમૉર્ટમ કર્યુ. સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમૉર્ટમનો પ્રાથમિક રિપોર્ટથી એ માલુમ પડે છે કે ગળે ફાંસો ખાવાના કારણે શ્વાસ રૂંધાવાથી સુશાંતનુ મોત થયુ છે. સુશાંતના અચાનક મોતથી હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં છે અને દરેકના મનમાં એક જ સવાલ છે - કેમ? તે માત્ર 34 વર્ષનો હતો.

પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાનો

પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાનો

સુશાંત સિંહ કે જેણે ટેલીવુડથી શરૂ કરી બૉલિવુડ સુધી સફર કરીને સ્ટારડમ મેળવ્યુ તે પોતાના માતપિતાના પાંચ સંતાનોમાં સૌથી નાનો હતો. તે તેની પાછળ ચાર બહેનો અને પિતાને વિલાપ કરતા મૂકી આ દુનિયા છોડી ગયો. પશ્ચિમ ઝોનના અધિક પોલિસ કમિશ્નરે પીટીઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, 'સુશાંતનુ બૉડી બાંદ્રા ખાતેના ઘરે લટકેલી હાલતમાં મળી આવ્યુ હતુ.'

કોઈ સુસાઈડ નોટ નહિ

કોઈ સુસાઈડ નોટ નહિ

બાંદ્રા પોલિસ સૂત્રો તરફથી જાણવા મળ્યુ કે પ્રાથમિક માહિતી અનુસાર પહેલા અકસ્માત મોત રિપોર્ટ કરવામાં આવ્યો હતો. વળી, ઘટના સ્થળેથી કોઈ સુસાઈડ નોટ પણ મળી આવી નહોતી. સુશાંત છેલ્લી વાર નીતેશ તિવારીની ફિલ્મ છિછોરેમાં વર્ષ 2019માં જોવા મળ્યા હતા જેમાં તેમણે આત્મહત્યા કરવા માંગતા દીકરાને આશાનો સંદેશ આપતા પિતાની ભૂમિકા ભજવી હતી.

સુશાંતની પૂર્વ મેનેજરે કરી આત્મહત્યા

સુશાંતની પૂર્વ મેનેજરે કરી આત્મહત્યા

ઉલ્લેખનીય છે કે સુશાંતની પૂર્વ મેનેજરે પણ થોડા દિવસ અગાઉ જ આત્મહત્યા કરી પોતાનુ જીવન ટૂંકાવી દીધુ. 28 વર્ષની દિશા સલિયન9 જૂને પોતાના ઘરે હાઈરાઈઝ બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. દિશાના મોત પર સુશાંતે શોક વ્યક્ત કરતી પોસ્ટ પણ લખી હતી.

માના નિધનના 17 વર્ષ બાદ સુશાંતે પૂરી કરી હતી મુંડનની મન્નતમાના નિધનના 17 વર્ષ બાદ સુશાંતે પૂરી કરી હતી મુંડનની મન્નત

English summary
Autopsy reportsy report of Sushant singh reveales the reason of death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X