For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ઈમરાન હાશમીના 10 વર્ષના દીકરાએ કહ્યુ, કેન્સરને માત્ર તમારી હિંમત જ હરાવી શકે

બોલિવુડના કિસિંગ સ્ટાર ઈમરાન હાશમીના 10 વર્ષના દીકરા અયાન હાશમીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમા તે પોતાની કેન્સર સામે જંગ વિશે વાત કરી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

બોલિવુડના કિસિંગ સ્ટાર ઈમરાન હાશમીના 10 વર્ષના દીકરા અયાન હાશમીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમા તે પોતાની કેન્સર સામે જંગ વિશે વાત કરી રહ્યો છે. અયાનના આ વાયરલ વીડિયોની ફિલ્મ અભિનેત્રી સોનાલી બેન્દ્રે (જે પોતે કેન્સર સામે જંગ લડી ચૂકી છે)એ પણ જોરદાર પ્રશંસા કરી છે. તમને જણાવી દઈએ કે અયાન એક કેન્સર સર્વાઈવર છે અને 4 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ કેન્સર ડે હતો, જે પ્રસંગે અયાને કેન્સર સામે લોકોને કેવી રીતે જાગૃત કરવામાં આવે, તે કાર્યક્રમમાં એક માર્મિક સ્પીચ આપી હતી.

‘કેન્સરને માત્ર તમારા હિંમત જ હરાવી શકે છે'

વાયરલ વીડિયોમાં અયાન કહી રહ્યો છે કે તેમણે કહ્યુ કાલે મારો જન્મદિવસ હતો અને આશ્વર્યની વાત એ છે કે આજે કેન્સર ડે છે. મને લાગે છે કે આ એક સંયોગ છે, એટલા માટે આ ખાસ પ્રસંગે હું અહીં છુ, આ ખરેખર ઘણુ સારુ છે પરંતુ મને લાગે છે કે આ ઘણુ સારુ થવાનુ છે કારણકે હું આના વિશે કંઈક કહેવા જઈ રહ્યો છુ.

‘કેન્સર માનસિક અને શારીરિક દરેક રીતે નુકશાન પહોંચાડે'

અયાને આગળ કહ્યુ કે કેન્સર ભયાનક છે, આ તમને માનસિક અને શારીરિક દરેક રીતે નુકશાન પહોંચાડે છે પરંતુ કેન્સરથી બચ્યા બાદ મારુ આખુ જીવન બદલાઈ ગયુ છે. કેન્સર સામે લડવા માટે તમારી પાસે અમુક ગુણ હોવા જોઈએ અને જે દરેકની પાસે છે, તમારે મજબૂત થવાની જરૂર છે. દરેક જણ અહીં મજબૂત છે અને આ જ કેન્સર સામે લડવાનુ મજબૂત હથિયાર છે.

4 વર્ષની ઉંમરે અયાનને થયુ હતુ કેન્સર

ઉલ્લેખનીય છે કે અયાનનો જન્મ 2010માં થયો હતો, અયાન ઈમરાન અને તેન પત્ની પરવીન શાહનુ પહેલુ સંતાન છે. વર્ષ 2014માં જ્યારે અયાન ચાર વર્ષનો હતો ત્યારે ઈમરાનને તેના કેન્સર વિશે માલુમ પડ્યુ હતુ. અયાનને પહેલા સ્ટેજનુ કેન્સર હતુ. એ વખતે ઈમરાન શૉક થઈ ગયા હતા પરંતુ તેમણે હિંમત ન હારી અને પૂરી હિંમત સાથે તેમણે પોતાના પરિવાર સાથે કેન્સરની જંગ લડી અને વર્ષ 2019માં તેમનો દીકરો કેન્સર ફ્રી થઈ ગયો.

આ પણ વાંચોઃ સૈફ-અમૃતાના અલગ થવા પર સારાએ તોડ્યુ મૌન, 'સારુ થયુ એ હવે સાથે નથી રહેતા'આ પણ વાંચોઃ સૈફ-અમૃતાના અલગ થવા પર સારાએ તોડ્યુ મૌન, 'સારુ થયુ એ હવે સાથે નથી રહેતા'

English summary
Ayaan Hashmi said, "I'm over here to tell you one thing - cancer is horrible in so many ways. But it has taught me so much," .
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X